Abtak Media Google News

ઓકિસજનની જરૂરીયાત હોય દર્દીઓને ખસેડાયા હોવાનું જણાવતા તબીબો

સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે હાલમાં કોરોનાવાયરસની સારવાર મેળવી રહેલા દર્દીઓને તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાંથી સી યુ શાહ મેડીકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવતામેળવી રહેલા અનેક દર્દીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આજે વહેલી સવારના એક વીડિયો વાયરલ થતાં સુરેન્દ્રનગર કોંગ્રેસ શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા દ્વારા સુરેન્દ્રનગર શહેરના સિવિલ સર્જન ડોક્ટર દ્વારા મહાત્મા ગાંધી હોસ્પિટલ માંથી કોરોના ના દર્દીઓ ને હાલમાં સુરેન્દ્રનગર શહેરની સી યુ શાહ મેડિકલ  કોલેજ ખાતે કેમ ખસેડવામાં આવી રહ્યા છે તેની પૂછપરછ કરવામાં આવતા ડોક્ટર દ્વારા વ્યવસ્થિત જવાબ જ આપવાના કારણે કોંગ્રેસના કાર્યકરોનું રાજકીય કાર્યકરો દ્વારા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ મુલાકાતે જઇ અને દર્દીઓના હાલ સવાલ પૂછવામાં આવતા દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં મારે ઓક્સિજન તેમજ સારવારની જરૂરિયાત હોવા છતાં પણ હાલમાં મારા ઓક્સિજન કાઢી અને  સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે ત્યારે વધુ વિગતો જાણવા મળી રહી છે કે સુરેન્દ્રનગર શહેરની સી યુ શાહ હોસ્પિટલ ખાતે આજે સવારના એક કોરોના દર્દીને ઓક્સિજન કાઢી અને નર્સ કે પટાવાળા ચાલ્યા ગયા છે ત્યારે કલાકનો સમય વીતી જવા છતાં પણ હજી ઓક્સિજન ચાલુ ન કરતા આવા દર્દીઓની હાલત કફોડી હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં આ સુરેન્દ્રનગર શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી દર્દીઓને ટ્રાન્સફર કરવાનું કારણ પૂછવામાં આવતા દર્દીઓને એસી રૂમમાં અને ઓક્સીજનની જરૂરિયાત હોવાના કારણે જ્યાં ખસેડવામાં આવી રહ્યા હોવાનો ડોક્ટર દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે. દર્દીઓની ચાલુ સારવાર દરમિયાન સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે આવા દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવતા હાલમાં જેના વિડિયો અને ક્લિપિંગ વાયરલ થઇ રહી છે ત્યારે હાલમાં આ સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રહેલા સિવિલ સર્જન પોતાની રીતે તઘલખી નિર્ણય લેતા હોવાની રજૂઆત પણ હાલમાં કોંગ્રેસ શહેર પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા કરવામાં આવી છે.

હાલમાં તો દર્દીઓમાં અને કોંગ્રેસી કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે આગળ નવાજૂનીના એંધાણ પણ હાલમાં વર્તાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.