Abtak Media Google News

કલર્સ ઓફ ગુજરાત અને બીગ ટ્રી વિઝનનાં સંયુકત ઉપક્રમે અનફોલ્ડ યોર સેલ્ફ ઈવેન્ટ યોજાઈ: નિર્ણાયક તરીકે ગાયિકા શહેનાઝ શેખ, કોફી ગર્લ પ્રાપ્તિ અજવાડિયા અને અભિનેતા અખિલ કોટકની ઉપસ્થિતિ

Sa

રાજકોટનાં આઈ.ટી.બી.કેફે ખાતે કલર્સ ઓફ ગુજરાત અને બીગ ટ્રી વિઝનનાં સંયુકત ઉપક્રમે અનફોલ્ડ યોર સેલ્ફ એન ઓપન માઈક ૧.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે ગાયિકા શહેનાઝ શેખ, કોફિ ગર્લ પ્રાપ્તી અજવાડિયા અને ફિલ્મ અભિનેતા અખિલ કોટક ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ૧૦ વર્ષથી ૫૫ વર્ષ સુધીની ઉંમરનાં લોકોએ તેઓની પ્રતિભાઓ રજુ કરી હતી. લોકોએ આ કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં એન્કર તરીકે કાજલ અગ્રાવત અને આર.જે. જય ઉપસ્થિત રહ્યા હતા.

કલર્સ ગુજરાતનાં ફાઉન્ડર અંકિતા છાયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ઓપન માઈક થતું હોય છે પરંતુ તેમાં ઓડિશનની કોઈ પ્રક્રિયા હોતી નથી ત્યારે આ વખતે ઓડિશન સાથે ઓપન માઈક યોજવામાં આવી છે. ખાસ તો ઘણા લોકોને સ્ટેજ નથી મળતું હોતુ તો આવા લોકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ગુજરાતમાંથી ઘણા લોકો પાર્ટીશીપેટ થયા હતા.

બિગ ટ્રિ વિઝનના ફાઉન્ડર અને ઓનર અભિષેકભાઈએ જણાવ્યું કે ખાસ તો જે લોકોમાં કળા રહેલી છે છતાં તેવોને સ્ટેજ મળી નથી રહ્યું તેવા લોકો માટે ઓપન માઈકનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાંથી લોકો આવેલા હતા અને શાયરી, ગઝલ, કવિતા, જોકસ, ગુજરાતી ગીતો રજુ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને લોકોએ માણ્યો હતો.

કોફિ ગર્લ પ્રાપ્તી અજવાડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ રંગીલુ શહેર છે. તેઓને રાજકોટ જોડે હમનાં ખુબ જ સારો નાતો જોડાયો છે. ખાસ કરીને ઓપન માઈકને લઈને જણાવ્યું કે ટેલેન્ટ બધા લોકોમાં છે અને આ ટેલેન્ટ બહાર લાવવા માટે આવા કાર્યક્રમો ખુબ જ જ‚રી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને યુવાનો તમામને એક સ્ટેજ મળી રહે છે. શહેનાઝ શેખે અબતક સાથેની

વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ ખાતે જે અનફોલ્ડ પોર સેલ્ફ ઓપન માઈકનું આયોજન કરવામાં આવ્યું છે જે ખુબ જ સારું કાર્ય છે. કારણકે લોકો અંદર રહેલી કળાને રજુ કરવાનો તેઓને મોકો મળે છે. સાથોસાથ લોકોએ પણ મન મુકી આ કાર્યક્રમ માણ્યો.

નકામા ફિલ્મનાં અભિનેતા અખિલ કોટકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એક નિર્ણાયક તરીકે તેવોનું માનવું છે કે, નિર્ણાયકની ભૂમિકા ખુબ જ અઘરી છે. કારણકે ટેલેન્ટને જજ કરવું તેમાં કંઈ કચાસ રહેવી જોઈએ નહીં અને ખાસ કરીને ગુજરાતમાં ઘણું ટેલેન્ટ છુપાયેલું છે. આ ટેલેન્ટને બહાર કાઢવા આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન થવું જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.