ચોટીલાની યુવતિને ભગાડી જનાર લંપટ ધવલ ત્રિવેદી ઝડપાયો

સી.બી.આઇ.એ. દિલ્લી પોલીસની મદદથી હિમાયલથી પ્રોફેસરને ઉઠાવી લીધો

આજીવન સજામાં પેરોલ જપ્ત કરી ટયુશન કલાસીસમાં આવતી વિદ્યાર્થીની અને યુવતિ બાળક સાથે પરત ફરી’તી

પિડીતાના માતા-પિતાએ સી.બી.આઇ.ની તપાસની માંગ કરી’તી: નવ નવ વિદ્યાર્થીનીઓના અપહરણ કર્યા ’તા

ગુુજરાતની નવ વિદ્યાર્થિનીઓને ફસાવી ભગાડી જનાર અને વિવિધ રાજ્યોની પોલીસને થાપ આપનાર ગુજરાતના શિક્ષક ધવલ ત્રિવેદી ઝડપી લેવામાં દિલ્હી પોલીસ સફળ રહી છે. સીબીઆઈની માહિતીને આધારે ધવલને હિમાચલ પ્રદેશ માંથી ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશથી આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

અલગ અલગ શહેરોમાં ટ્યુશન ક્લાસ ચલાવતા ધવલ ત્રિવેદી નામના શિક્ષકે નવ જેટલી વિદ્યાર્થિનીને ફસાવી હતી અને તેમને ભગાડી ગયો હતો. આ મામલે વિદ્યાર્થિનીઓના માતા પિતા દ્વારા પોલીસમાં આબરૂ જવાની બીકે માત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

બે વર્ષ અગાઉ શિક્ષક ધવલ ત્રિવેદી જે વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો તે સગીર વયની હોવાને કારણે રાજકોટ પોલીસે પોકસો હેઠળ તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જોકે થોડા સમય પહેલા પેરોલ પર છૂટેલા ધવલ ત્રિવેદી પોતાનો મૂળ ધંધો શરૂ કર્યો હતો અને તેણે ઈંગ્લીશ સ્પીકિંગ ક્લાસ શરૂ કર્યા હતા. આ ઈંગ્લીશના ક્લાસમાં આવે ચોટીલાની એક વિદ્યાર્થી ધવલ ત્રિવેદી ના સંપર્કમાં આવતા એક દિવસ અચાનક ધવલ ત્રિવેદી અને યુવતી ગુમ થઈ ગયા હતા.આ મામલે વિદ્યાર્થિનીની પિતાએ ચોટીલા પોલીસમાં ફરિયાદ કરતા ધવલ ત્રિવેદી નો ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં લઈ તરત ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ પોલીસના પગલા ને સમજવામાં હોશિયાર ધવલ ત્રિવેદી દર વખતે ચોટીલા પોલીસ પકડથી બહાર રહેવામાં સફળ થયો હતો. આમ લાંબા સમય સુધી પોતાની દીકરીનો પત્તો નહીં લાગતા દીકરીના પિતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.એક પછી એક વિદ્યાર્થિનીઓને ફસાવતા ધવલ ત્રિવેદી શોધવામાં ગુજરાત પોલીસ સફળ નહીં થાય તેવી આશંકાને લઈ હાઈકોર્ટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપ્યો હતો. સૂત્રોની જાણકારી પ્રમાણે સીબીઆઈ પાસે આ મામલે આવતા સીબીઆઈએ આ મામલે ગુજરાત એટીએસની મદદ માગી હતી. સીબીઆઈ અને એટીએસની સંયુક્ત રીતે ફરાર થયેલા ધવલ ત્રિવેદી શોધવા દેશભરમાં તપાસ કરી રહી હતી.

લાંબા સમય સુધી સીબીઆઈ અને એટીએસને ધવલ ની કોઈ ભાળ મળી નહોતી, થોડા મહિના પહેલા આ યુવતીએ પોતાના પિતાને એક ફોન કર્યો હતો. આ ફોન સીબીઆઈ અને એટીએસ માટે આશાનું કિરણ હતો. પોલીસ ટેકનીકલ સર્વેલન્સ આધારે શોધી કાઢ્યું કે ધવલ ઉત્તર પ્રદેશમાં છે. જોકે સીબીઆઈની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી તે પહેલા ધવલ યુવતી સાથે ત્યાંથી નીકળી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધવલ ની ચાલાકી સમજી ગયેલા સીબીઆઈએ દેશભરની પોલીસ ધવલ ત્રિવેદી ની માહિતી મોકલી આપી હતી. આ ઉપરાંત દરેક રાજ્યના શિક્ષણ બોર્ડ, સેન્ટ્રલ સ્કૂલ બોર્ડ અને યુજીસીને પણ ધવલ ની માહિતી મોકલી મદદ માગી હતી કે આ પ્રકારની કોઈ શિક્ષકની જાણકારી મળે તો સીબીઆઈને તુરંત જાણકારી આપવી. આ માહિતીના પગલે વિવિધ રાજ્યોમાં ધવલ અંગે સમાચાર પ્રસિદ્ધ થતાં ધવલ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને દર પંદર દિવસે તે પોતાની જગ્યા છોડી બીજી જગ્યાએ જતો રહેતો હતો, આ સ્થિતિ થી કંટાળેલી યુવતી અને ધવલ વચ્ચે બિહારમાં ઝઘડો થયો અને ધવલ યુવતીએ છોડીને જતો રહ્યો હતો. ધવલ યુવતી છોડીને નીકળી ગયો તે સમયગાળો લોકડાઉનના હતો. જેના કારણે યુવતીને કોઈની મદદ મળવી મુશ્કેલ હતી

લોકડાઉન ખુલ્યા પછી યુવતીએ પોતાના પરિચયમાં આવેલા એક બિહારી યુવાનને પોતાની મુશ્કેલી જણાવી તો આ બિહારી યુવાન થોડા દિવસો પૂર્વે યુવતીને લઈ ચોટીલા ખાતે તેના પરિવાર પાસે મૂકી ગયો હતો. યુવતીને પરત આવી ગઈ પણ સીબીઆઈ માટે ધવલને શોધવો જરૂરી હતો.સૂત્રોની જાણકારી પ્રમાણે એક સપ્તાહ પહેલા દિલ્હી પોલીસે ધવલ અંગે જાણકારી મળી હતી. દિલ્હી પોલીસ અધિકારીઓએ સીબીઆઈના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ઓપરેશન ધવલને અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી પોલીસને જાણકારી મળી હતી કે, ધવલ હિમાચલ પ્રદેશમાં છે અને એક ટાઈલ્સ બનાવતી ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરે છે. ત્યાં તેણે પોતાનો વેશ બદલી નાખ્યો હતો. તેની શીખ વેશ અને શિખ નામ પણ ધારણ કરી લીધું હતું. આ માહિતીને આધારે શનિવારે દિલ્હી પોલીસની એક ટીમ હિમાચલ પ્રદેશ પહોંચી હતી. ત્યારે તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આગામી એક બે દિવસમાં દિલ્હી પોલીસ ધવલ ત્રિવેદી નો કબજો સોંપવા ગાંધીનગર સીબીઆઈ ઓફિસ આવશે તેવું જાણવા મળ્યું છે.

રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરી લખણ ઝળકાવ્યા

રાજકોટ જામનગર માર્ગ પર આવેલા પડધરી નજીક ગાર્ડી સ્કૂલમાં પ્રોફેસર તરીફે ફરજ દરમિયાન બે વિદ્યાર્થીનીનું અપહરણ કરી યુવતિને પત્ની તરીકે ઓળખ આપી અવાર-નવાર દુષ્કર્મના ગુનામાં લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદીને રાજકોટ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા પંજાબમાંથી પકડી પાડવાના ગુનામાં રાજકોટની અદાલતે લંપટ ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા ફટકાટી પેરોલ જપ્ત કરી ચોટીલા ખાતે કલાસીસમાં નોકરી કરતો હતો. ત્યારે કલાસીસમાં આવતી યુતિને ભોળવીને અપહરણ કરી ગયા હતા.

Loading...