Abtak Media Google News

૩ વોર્ડના ભાજપના નગરસેેવકોએ પાણી વેરો પરત ખેંચવા રજૂઆત કરી: આંદોલનની ચીમકી

જૂનાગઢ મહાનગરપાલિકા તાજેતરમાં જ વર્ષ ૨૦૨૦/૨૧ના બજેટમાં પાણી વેરો ૭૦૦ માંથી ૧૫૦૦ કરવા કમિશનર તુષાર સુમેરાએ સ્થાઇ સમિતિને સૂચવ્યો હતો સ્થાઇ સમિતિએ આ વેરો ૧૫૦૦ ના બદલે ૧૨૦૦ સંકલનની બેઠકમાં નક્કી કરાયો હતો આ સમયે જ ભાજપના અમુક નગરસેવકો આ વધારા સામે  વિરોધ વ્યક્ત કર્યો હતો આ વિરોધને અવગણીને  સ્થાઇ  સમિતિએ વધારા સાથેના બજેટના મંજુર કરી જનરલ બોર્ડ તરફ મોકલી આપ્યુ હતુ શહેરમાં હાલ પીવાલાયક  શુદ્ધ પાણીની વ્યવસ્થા ન હોય પોતાના સમર્થકોને સાથે રાખી છ જેટલા નગરસેવકો પાણી વેરાના વિરોધમાં મેદાનમાં ઉતર્યા હતા

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર વર્ષ ૨૦૨૦/૨૧ ના બજેટમાં પાણી વેરો ૭૦૦ હતો જેમાંથી ૧૫૦૦ કરવા સુચન કર્યું હતું બાદમાં સ્થાયી સમિતિએ સંકલનની બેઠકમાં  આ વેરા વધારાને ૧૫૦૦ ની જગ્યાએ ૧૨૦૦  મજુર કરી બજેટને મંજુરીની મહોર મારવા જનરલ બોર્ડ તરફ રવાના કર્યું હતું જૂનાગઢમાં હાલમાં પણ પાણીની સમસ્યા સરદર્દ સમાન હોય પાણીવેરામાં વધારાના ભારણને ભાજપના નગરસેવકોએ વખોડયો હતો તેમજ આ મામલે વોર્ડ નંબર ૯, ૧૦, અને ૧૧, ના નગરસેવકોની આગેવાનીમાં તેમના સમર્થકો ના ૧૦૦ થી વધારે લોકોનું ટોળું મહાનગરપાલિકા ખાતે પહોંચી પાણી વેરાનો વધારો પાછો ખેંચો, તેમજ પીવાનું શુદ્ધ પાણી આપો, જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સહિતના પદાધિકારીઓ હાજર ન હોય લોકોએ ડેપ્યુટી મેયર ને આવેદનપત્ર આપી પાણી વેરાનો વધારો  પાછો ખેંચવા માંગ કરી હતી તેમજ આ બાબતે યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનના મંડાણ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી

જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપે સર કર્યા પછી ભાજપે પદની વહેંચણીમાં જુનિયર નેતાઓને ચાન્સ મળે તે માટે એને આગળ કર્યા હતા જેનાથી ભાજપના કેટલાક સિનિયર નેતાઓની મનની મનમાં રહી ગઈ હતી નવા નેતાઓને માર્ગદર્શન આપવાના બદલે ક્યાંક ક્યાંક ગેરમાર્ગે દોરાતા હોવાની ચર્ચાઓ પણ હાલો ઉઠવા પામી છે જોકે પાણી વેરાના વિરોધે મહાનગરપાલિકા ભાજપમાં જૂથબંધી સામે લાવી દીધી છે વોર્ડ નંબર ૧૦ના દિવાળીબેન પરમાર આરતીબેન જોશી હિતેન્દ્ર ઉદાણી મહેન્દ્ર મશરૂ  વોર્ડ નંબર ૧૧ ના પલ્લવીબેન ઠાકર અને વોર્ડ નંબર નવના ચેતનાબેન સહિત છ જેટલા નગરસેવકોને હાલ પાણીવેરાના વધારાના વિરોધમાં મેદાનમાં ઉતાર્યા છે તેમજ હજુ ઘણા નગરસેવકો વિરોધમાં હોવાની ચર્ચાઓ પણ અંદરખાને ચાલી રહી છે તેમજ આવનારા દિવસોમાં પાણી વેરાના વધારાની મોકાણમાં એક જૂથના નગરસેવકો ધળાધળ રાજીનામા ધરવા પણ તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.