જેતપૂરના લુખ્ખાગીરી બેલગામ

જેતપૂરમાં નશાખોરે મોબાઈલની દુકાનમાં તોડફોડ કરી દુકાનદાર કાકા પુત્ર પર ધોકાથી હુમલો કયો

જેતપુર શહેરના રબારીકા રોડ પર આજે બપોરે નશો કરેલ હાલતમાં એક શખ્સે મોબાઇલની દુકાને આવી લવારી કરી દુકાનના તેમજ ટેબલના કાચ તોડી દુકાનદાર કાકા ભત્રીજા પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

જેતપુર શહેરમાં દેશી દારૂ વેંચાણનું દુષણ દિવસેને દિવસે રોકેટ ગતિએ વધતું જાય છે. પોલીસ બુટલેગરો પર પોલીસ ચોપડે ગુન્હાઓ પણ નોંધે છે. પરંતુ તે ફક્ત દેખાવ પૂરતા હોય તેવું જ લાગી રહ્યું છે કેમ કે જે બુટલેગર પર દારૂ વેચાણનો ગુન્હો નોંધાયો હોય તે પોલીસ સ્ટેશનેથી આવી બમણા જોશથી અને પેલા કરતા વધુ દારૂ વેચવા લાગે છે. શહેરમાં આવી રીતે જ દેશી દારૂનું દુષણ ચાલુ રહેશે તો યુવાધન બરબાદ થઈ જશે.

આવા નશેડી દ્વારા આજે એક નિર્દોષ દુકાનદારની દુકાનમાં ઘુસી હુમલો કરવાનો બનાવ શહેરમાં બન્યો હતો. જેમાં શહેરના રબારીકા રોડ પર પટેલ મોબાઈલ નામની દુકાન ધરાવતા દિનેશભાઇ ગોંડલીયા અને તેમનો ભત્રીજો રાહુલ આજે બપોરે દુકાન પર હતા ત્યારે રબારીકા ગામનો કનું દરબાર નામનો શખ્સ ત્યાં નશો કરેલ હાલતમાં આવી દુકાને લવારી કરવા લાગ્યો. આ શખ્સના મોંમાંથી માંથી ફાટી જાય તેવી દારૂની દુર્ગંધ આવતી હોય દુકાનદાર દ્વારા હાથપગ જોડીને તેને અત્યારે ચાલ્યું જવા માટે વિનંતી કરી. વિનંતીથી નશેડી કનું સમજવાને બદલે ઉશ્કેરાય ગયો અને પોતાની પાસે રહેલ લાકડાના ધોકા વડે દુકાનના દરવાજાના કાચ તેમજ ટેબલનો કાચ તોડી નાખ્યો અને આટલાથી પણ ન અટકતા કાકા ભત્રીજા પર પણ હુમલો કરેલ. આ બિહામણું દ્રશ્ય જોય આજુબાજુના દુકાનદારો એકઠા થઇ જતાં કનું ત્યાંથી ચાલ્યો ગયો હતો.

જ્યારે ઇજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવતા તેઓએ સારવાર બાદ પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

Loading...