Abtak Media Google News

જસદણ પેટા ચુંટણીમાં કુંવરજીભાઇના વિજયને પણ વધાવ્યો

ઓખા મંડળના ગરબી અને મઘ્યમવર્ગના બહેનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉજવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન કીટનું વિતરણ ઓખા મંડળના લાડીલા ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ૩પ૦ જેટલા લાભાર્થીઓએ આ કનેકશન કીટનો લાભ લીધો હતો. અહી મીઠાપુર તાતા કેમી. કો. ઓપ. સ્ટોર્સ લી. દ્વારા સરકારની ઉજવલા યોજના હેઠળ ગેસ કીટ લાભાર્થીને મળી હતી. આ પ્રસંગે ઓખા નગર પાલિકાના પ્રમુખ વંદનાબેન વિઠલાણી, તાલુકા ભાજપ પ્રમુખ ખેરાજભા કેર, તાલુકા પંચાયત પ્રમુખ લુણાભા સુમણીયા, તાલુકા મહામંત્રી રામભા કેર તથા ઓખા મંડળના મહાનુભાવો સાથે ટાટા કોપરેટીવ સ્ટોર્સના મુખ્ય અધિકારી ટાકોતરા તથા તેમના કર્મચારીઓ ખાસ હાથર રહ્યા હતા. આજે જસદણની પેટા ચુંટણીમાં ભાજપના કુંવરજી બાવળીયાનો ૧૯૯૮૫ મતે જવલત વિજય થતાં તેમને પણ ભાજપ પરીવાર ઓખા દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.