Abtak Media Google News

અત્યારે બધા જ લોકો તહેવારની ઉજવણીની ત્યારીમાં ખૂબ જ વ્યસ્ત છે,છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં સતત વધારો થયો હતો ત્યાં જ તહેવારોના સમય પર ગૅસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારામાં અંકુશ મૂકવામાં આવ્યો છે અને તેના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થયો છે.

સબસિડી વાળા ગેસ સિલિન્ડર ની કિમત બુધવારે ૨.૯૪  રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે ભારતીય ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) માં જણાવ્યું છે કે ૧૪.૨કિલોની સબ્સિડીયુક્ત એલપીજી સિલિન્ડરનું ભાવ બુધવારે મધ્ય રાત્રિથી ૫૦૨.૪૦ રૂપિયાથી વધીને ૫૦૫.૩૪ રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યા છે.

વગર સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમતો ૬૦ રૂપિયા વધીને ૮૮૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે. સાથે સાથે ગ્રાહકોના ખાતાઓમાં પરિવહન થાય તેવું સબ્સિડી નવેમ્બર ૨૦૧૮ માં વધીને ૪૩૩.૬૬રૂપિયા પ્રતિ સિલિન્ડર થયું હતું, જે ઓક્ટોબર મહિનામાં ૩૭૬.૬૦રૂપિયા પ્રતિ સિલિન્ડર હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.