Abtak Media Google News

અમદાવાદમાં રસ્તા પર રમતી બાળકીને ગાયે હડફેટે લેતા મલ્ટીપલ ફેકચર થતા બે માલધારીઓ સામે ફરિયાદ નોંધાઈ

ભારતમાં સદીઓથી કચડાયેલી અવસ્થામાં રહેલા અનૂસુચિત જાતિ અને જનજાતિના લોકોને આઝાદી બાદ સર્વર્ણોના દમનથી બચાવવા એટ્રોસીટી એકટનો કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ સમયાંતરે આ કાયદાનો દૂરપયોગ થઈ રહ્યાની ફરિયાદો ઉઠવા લાગી છે. ગઈકાલે અમદાવાદમાં આવી એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગાયે ઢીંક મારવાના મુદે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવા પામી છે.

આ કેસમાં બે પશુપાલકોની વિરૂધ્ધ અમદાવાદ શહેર પોલીસે સામેવારે એટ્રોસીટીએકટ અનવયે ગુનો દાખલ કર્યો હતો. આ પશુપાલકોની ગાયે ઓઢવમાં પાંચ વર્ષની છોકરીને રવિવારે ઢીંકે ચડાવી હતી ભોગ બનનાર છોકરી દલીત હોવાથી પશુપાલકો સામે અનુસુચિતજાતી જનજાતિ સુરક્ષા ધારા એટ્રોસીટી અનવયે ગુન્હો નોંધ્યો છે.

Banna For Site

એફઆઈઆરમાં ઓઢવ પોલીસમાં ઉમીયાનગર રબારી વસાહતમાં રહેતા હિતેન્દ્ર પરમારે ફરિયાદ નોંધાવી છે કે બે આરોપી આશિષ દેસાઈ અને અમૃત દેસાઈ કે જે તેમના પાડોશમાં રહે છે. અને ૧૦ ગાયો ધરાવે છે. તેમની ગાયે ફરિયાદીની પાંચ વર્ષની પુત્રી નેહાને ઢીકે ચડાવીને ઈજા કરી હતી ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે બે મોટર સાયકલ ચાલકોલાકડીથી મારીને ગાયને હકારતા હતા ત્યારે દોડતી ગાયોએ બાળકીને ઢીકે ચડાવી હતી. રવિવારે સાંજે ૮.૩૦ મારા બાળકો ઘર બહાર રમતા હતા ત્યારે બે યુવાનોએ ગાયોને દોડવતા આ અકસ્માત સર્જાયો હતો.

ગાયોની હડફેટે આવી જતા બાળકીના ખંભા ઉપર અને તેની સાથે રમતી બાળકીને પણ ઈજા થઈ હતી ગાયે જયારે બાળકીઓને ઢીકે ચડાવી ત્યારે ફરિયાદી અને તેમના પાડોશીઓ બાળકીઓને બચાવવા દોડીગ યા ત્યારે યુવાનોએ સહાનૂભુતિ અને દીલગીરી બતાવવાના બદલે ઝઘડો કરી આસપાસના રહીશોને ધમકાવવાનું શરૂ કર્યું હતુ અને ધમકી આપી હતી કે આ ગાયોને ચાલવાનો રસ્તો છે. બાળકોને શા માટે રમવા મૂકો છો. જે બાદ ફરિયાદીએ પોતાની બાળકીને સરસપૂરની શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાવતા બાળકીનો ખંભામાં મલ્ટીપર ફેકચર થયું હોવાની માલુમ પડયું હતુ ત્યારબાદ ફરિયાદીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આશિષ અને અમૃત દેસાઈ વિરૂધ્ધ એટ્રોસીટી ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.