‘અબતક’ મીડિયાના સથવારે પ્રેમના સંદેશ સાથે પ્રેમ મહોત્સવનો આજથી પ્રારંભ

140

‘અબતક’ મીડિયાના સથવારે

નવજીવન ટ્રસ્ટ દ્વારા કરાયેલું આયોજન ત્રણ દિવસ સુધી વિવિધ સ્પર્ધા યોજાશે

સંસાર ના તમામ વર્ણ ના લોકો ને એક તાંતણે બાંધી રાખતું હોય તો તે પ્રેમ છે. પ્રેમ એટલે કોઈ આકર્ષણ નહીં પરંતુ કોઈ વ્યક્તિના મન સુધી પહોંચવું એ પ્રેમ છે. આવા જ હેતુ સાથે રાજકોટની નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રેમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત તારીખ ૨૭ ડિસેમ્બરની સાંજે ૬ વાગ્યાથી પ્રેમ મંદિર ખાતે થનાર છે. ત્રિ દિવસીય મહોત્સવમાં દરરોજ અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો છે.

આ તકે નવજીવન ટ્રસ્ટના નિયામક તેમજ પ્રેમ મહોત્સવના સંયોજક ફાધર થોમસે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવતાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વનો સર્જનહાર પરમાત્માએ પ્રેમનો સંદેશ આપ્યો છે. પ્રેમ એટલે આપણા મગજમાં પ્રેમની જે વ્યાખ્યા છે તે નહીં પરંતુ પ્રેમ એટલે ખરા અર્થમાં કોઈના મન માં વાસ કરવો, કોઈ કંઈ ન કહે છતાં આપણે તે વાત સમજી જઈએ.

આ તકે તેમણે મહોત્સવ વિશે જણાવતા કહ્યું હતું કે, લોકોને પ્રેમનો સંદેશ આપવા માટે પ્રેમ મંદિર ખાતે નવજીવન વેલ્ફેર કમિટી દ્વારા પ્રેમ મહોત્સવ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રણ દિવસ ચાલનાર છે. મહોત્સવની ધાર્મિક શરૂઆત તો નાતાલ પર્વ નિમિત્તે જ થઈ ચૂક્યો છે પરંતુ હવે ૨૭ ડિસેમ્બરના રોજથી કાર્યક્રમોની વણઝાર શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે કેરોલ સિગિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તે બાદ ૨૮ ડિસેમ્બરના રોજ સીનેમેટિક ડાન્સ અને ૨૯ ડિસેમ્બર ના રોજ ક્રિસ્મસ ડાન્સ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકો બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સંસ્થા તરફથી સર્ટિકેશન તેમજ વિજેતાઓને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવશે. આ તકે દરરોજ આશરે પાંચ હજાર જેટલી રાજકોટની જનતા કાર્યક્રમનો લાભ લેશે તેવી સંભાવના છે.

આ તકે ફાધર થોમસે અબતક મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં ‘અબતક’ દૈનિક તેમજ ‘અબતક’ ચેનલ મીડિયા પાર્ટનર છે.

‘અબતક’ને મીડિયા પાર્ટનર બનાવવાનો ઉદેશય એ જ છે કે, ‘અબતક’ હર હંમેશ માટે જરૂરીયાતમંદની વ્હારે ઉભું રહે છે તેમજ સમાજને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અબતક અમારા કાર્યક્રમને રાજકોટ – સૌરાષ્ટ્રની જનતા સુધી પહોચાડશે તેવી અમને શ્રદ્ધા છે.

Loading...