Abtak Media Google News

સીસીટીવી કંટ્રોલરૂમના ઇન્ચાર્જ કાનાબારની બેજવાબદારીના લીધે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને સંવેનદનશીલ કેન્દ્રોની વીડિયોગ્રાફી સહિતનો ડેટા ગાયબ થયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો ડેટા ઉડી જતાં પરીક્ષા વિભાગ ધંધે લાગ્યું: નવી હાર્ડડિસ્ક ૧ મહિના પછી આવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગના સીસીટીવી કંટ્રોલરૂમની હાર્ડડિસ્ક ગાયબ થઈ ગઈ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક માસ પહેલા હાર્ડડિસ્ક ખોવાઈ છતાં તે સતાધીશોએ છૂપાવી રાખ્યું પરીક્ષાનો મહત્વનો ડેટા કે જે હાર્ડડિસ્કમાં હતો તે જ ખોવાઈ જતા મુશ્કેલી ઉભી થઇ હતી જોકે અન્ય જગ્યાએ ડેટા સ્ટોર હોવાથી પરીક્ષા વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં બીજા માળે સીસીટીવી કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે જેની મદદથી પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પર નજર રાખી શકાય છે દરમિયાન યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી સેમ ૨,૪ અને ૬ની પરીક્ષાનો ડેટા જે હાર્ડડિસ્કમાં હતો તે હાર્ડડિસ્ક જ ખોવાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં સીસીટીવી કંટ્રોલરૂમના ઇન્ચાર્જ એવા આસિસ્ટન્ટ રજિસ્ટર ચંદ્રેશ કાનાબારની સીધી બેજવાબદારી ખુલી છે. જોકે આ અંગે કાનાબારનો સંપર્ક સાધવામાં આવતા તેમને જણાવ્યું હતું કે આ અંગે પરીક્ષા નિયામક અમિત પારેખ ને જ પૂછો.

ત્યારબાદ પરીક્ષા નિયામક અમિત પારેખનો સંપર્ક સાધતા તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ’ હા પરીક્ષા વિભાગની હાર્ડડિસ્ક ખોવાઈ ગઈ હતી જોકે અન્ય જગ્યાએ ડેટા સ્ટોર હોવાથી કોઈ મુશ્કેલી નથી અને નવી હાર્ડડિસ્ક આવી ગઈ છે જેમાં તમામ ડેટા સ્ટોર કરી નાખવામાં આવ્યો છે’.

પરીક્ષા વિભાગના ઈઈઝટ  કંટ્રોલરૂમમાં રૂ.૩હજાર ની ૫૦૦ જીબીની હાર્ડડિસ્ક ખોવાઈ જતા પરીક્ષા વિભાગ ગોટાળે ચડ્યું હતું કેમ કે તેમાં પરીક્ષાનો તમામ ડેટા સ્ટોર હતો જો કે ૧ મહિના સુધી નવી હાર્ડડિસ્ક ન આવતા મુશ્કેલી ઉભી થઇ હતી. પરંતુ હવે હાર્ડડિસ્ક આવી જતા પરીક્ષા વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.