Abtak Media Google News

લગ્ન બાદ પતિ-પત્ની માટે શારીરીક સંબંધ બાંધવો એ ખૂબ સામાન્ય વાત છે. જે રીતે શરીર માટે ખાવા-પીવાનું અને ઉંઘ જરુરી છે. તેમ સ્વસ્થ શરીર માટે સંબંધ બાંધવો પણ જરુરી છે. પરંતુ વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે પતિ-પત્ની ઘણા દિવસો સુધી સેક્સ નથી કરી શકતા જેના કારણે શરીરમાં ઘણા પ્રકારના નુકશાન થાય છે. તો ચાલો જાણીએ તેનાથી થતા નુકશાન વિશે.

નિયમિત શારીરીક સંબંધ બાંધવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. પરંતુ જો ઘણા દિવસો સુધી સેક્સ કરવામાં ના આવે તો શરીર કમજોર થઇ જાય છે. અને ઘણા પ્રકારની બીમારીઓ થવાની શક્યતા રહે છે.

સેક્સ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. એવામાં જો સ્ત્રી અને પુરુષ શારીરીક સંબંધ બાંધવાનું છોડી દે તો હદ્યને લગતી સમસ્યા પણ થઇ શકે છે જેથી માંસપેશીઓ અને હોર્મોન્સ પર પણ ખરાબ અસર પરડે છે. ઓફિસ તેમજ ઘરના કામકાજના કારણે તણાવની સ્થિતિ પેદા થઇ જાય છે. એવામાં સેક્સ કરવાથી તણાવ ઓછો રહે છે અને મગજ પણ ફ્રેશ રહે છે.

શારીરીક સંબંધ ના બાંધવાના કારણે પુરુષોના શરીરમાં કમજોરી આવી જાય છે. જેનાથી પ્રોસ્ટેટનું કેન્સર થવાનું જોખમ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.