Abtak Media Google News

રોસ્ટન ચેઝે અડધી સદી ફટકારી: કુલદિપ યાદવે ૩ અને ઉમેશ યાદવે ૨ વિકેટો ખેડવી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજથી હૈદરાબાદ ખાતે શ‚ થયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં વિન્ડીઝના સુકાની ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. બપોર સુધીમાં વિન્ડીઝની ટીમે ૬ વિકેટના ભોગે ૨૨૦ રન બનાવી લીધા છે. રોસ્ટન ચેઝે અડધી સદી ફટકારી છે. ભારતવતી કુલદીપ યાદવે ૩ અને ઉમેશ યાદવે ૨ વિકેટો ખેડવી છે.

રાજકોટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઈનીંગ અને ૨૭૨ રનથી કારમો પરાજય બાદ વિન્ડીઝ ટીમે બીજા ટેસ્ટમાં જાણે વાપસી કરી હોય તેવું લાગી રહ્યું છે. હૈદરાબાદ ટેસ્ટમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરનાર વિન્ડીઝ ટીમના બેટસમેનોએ આજે મકકમતા સાથે ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. મીડલ ઓડર્ર બેટસમેન રોસ્ટન ચેઝે અડધી સદી ફટકારી હતી તે હજી ૬૪ રન સાથે દાવમાં છે.

ઈજાગ્રસ્ત કેપ્ટન જેસોન હોલ્ડરની આજે બીજા ટેસ્ટમાં વાપસી થતા ટીમ થોડી મજબુત બની છે.

ભારતવતી કુલદીપ યાદવે ત્રણ અને ઉમેશ યાદવે બે વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.