Abtak Media Google News

ડીજીપી દ્વારા એક પરિપત્ર જાહેર કરાઈ લોકલ ક્રાઈમ બ્રાંચની કામગીરી તથા તેમાં નિમણૂકને લઈ કેટલીક રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઢીલા-અપરિપક્વ અધિકારી કે કર્મચારીને જીલ્લા ક્રાઈમ બ્રાંચમાં નહીં મકી શકાય.તમને જણાવી દઈએ કે, જીલ્લાના પોલીસ દળમાં લોકલ ક્રાઇમ બ્રાંચ ખૂબ મહત્વની એજેન્સી ગણાય છે. સૌથી વધુ મોભો ધરાવતી આ બ્રાંચની કામગીરી અંગે આજ સુધી કોઇ સ્પષ્ટ રૂપરેખા હતી નહીં. તેવી જ રીતે આ બ્રાંચમાં જીલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂંક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટે ભાગે જીલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું. પરંતુ આ બાબત ચલાવી ન લેવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજ રોજ એક ખાસ પરિપત્ર બહાર પાડીને જીલ્લાની એલ.સી.બી.ની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂંક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.