કામની શોધમાં છોવ ?? તો પ્લેસમેન્ટ એપ અપાવી શકે છે તમને આ રીતે રોજગારી

વર્તમાન ૨૧મી સદી રોકેટ ગતિએ આગળ ધપી રહી છે ત્યારે ઘણા શિક્ષિત બેરોજગાર યુવાનો નોકરીથી વંચીત રહી ન જાય તે માટે ગોંડલના યુવાનો એ છ માસ અથાગ મહેનત કરી “પ્લેમેન્ટ” નામની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે.

ગોંડલના મિકેનિકલ એન્જીનીયર મયુર સોનૈયા, સી. એ. તેજલ સોનૈયા, ગૌરવ પંડ્યા (ભાવનગર) અને મિતેષ વિરડીયા સહિતના યુવાનોએ લોકડાઉનમાં ખોટા સમયની બરબાદી ન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લોકલ ફોર વોકલ આ સૂત્રને ધ્યાનમાં રાખી યુવાનો આંગળીના ટેરવે પોતાના મોબાઇલમાં જ નોકરી મેળવી શકે તેવા ઉમદા હેતુથી ફ્રેશ મેન્ટ એપ્લિકેશન લોન્ચ કરી છે.  આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષિત યુવાનો એપ્લિકેશનથી પોતાના મોબાઈલમાં આંગળીના ટેરવે નોકરી રોજગાર ની માહિતી મેળવી શકશે, જેમાં લાતભ વન ટુ થ્રી, પી.આઈ, બિન સચિવાલય સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ના ઉપયોગી પુસ્તક, અભ્યાસક્રમ લક્ષી નહિ, પૂર્ણ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે દરરોજ દુનિયાભરના અવનવા તથ્યો કરંટ અફેર્સ રોચક તથ્યો તથા જનરલ નોલેજ ની માહિતી વિનામૂલ્યે મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરોક્ત યુવાનોને રાજકોટ ઝોનની વી.વી.પી, મારવાડી, દર્શન તેમજ આત્મીય કોલેજ નો સહકાર મળ્યો હતો આજે આ એપ્લિકેશનના માધ્યમથી ઘણા યુવાનો દેશભરમાં નોકરીઓ મેળવી રહ્યા છે

Loading...