Abtak Media Google News

રાજકોટની ટીપી સ્કિમ ૧૭ મુંજકાને પણ મળી મંજૂરી

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૧ ટીપી સ્કિમને મંજૂરી આપી છે જેમાં ૮ ડ્રાફ્ટ ટીપી સ્કિમ અમદાવાદની છે મંજૂરી મળતાં જ રોડ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વિકાસ થવાનો શરૂ થઇ જશે. છેલ્લાં ૯ મહિનામાં અમદાવાદ શહેરમાં ૨૮,૦૦૦ ડ્રાફ્ટ સ્કિમને માન્યતા આપવામાં આવી હતી.

કે જેનું ક્ષેત્રફળ ૩,૦૦૦ હેક્ટર કરતાં પણ વધુ હતું. મુખ્યમંત્રી દ્વારા જે આઠ ટીપી સ્કિમોને મંજૂરી આપવામાં આવી છે તેમાં ૧,૦૦૦ હેક્ટરમાં વિકાસનો નવો રસ્તો ખુલશે. ૧૪૫૦ કરોડના પ્રોજેક્ટ આ ટીપી સ્કિમમાં બનાવવામાં આવે તેવી શક્યતા દેખાવી રહી છે.

૧૮ મીટર રોડની પહોળાઇવાળી ટીપી સ્કિમને મંજૂરી આપવામાં આવી છે. ૧૧ ટીપી સ્કિમોને જે મંજૂરી આપવામાં આવી તેમાં ઓડા ડ્રાફ્ટ ટીપી સ્કિમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૧ ટીપી સ્કિમોની વાત કરીએ તો પ્રથમ ૧૦/બી (કાનેટી) જ્યારે બીજી સ્કિમ ૪૧૯ અસ્લાલી, ત્રીજી ટીપી સ્કિમ ૪૧૫ (કથવાડા), ૫૧૭ (કનાબ-કુજાડ), ૯૧ (સનાથલ-તેલાવ), ૮ (ઘાણેજ-પલાસણા-સયજ), ૧૦ (બોરીસાના-કલોલ-ઓલા-પ્રતાપપુરા), ૪૦૧/એ (બારકોલ-બદ્રાબડ-કામોદ), પ્રાથમિક ટીપી સ્કિમ નં.૮૪/બી (મકરબા), રાજકોટની પણ સ્કિમ નં.૧૭ જે મુંજકાને આવરી લે છે તથા ગુડ્ડા ટીપી સ્કિમ-૮ સર્ગાસન વિસ્તારને આવરી લે છે. આ તમામ ૧૧ ટીપીને મંજૂરી આપી ટાઉન પ્લાનિંગ અધિકારીને ડ્રાફ્ટ સ્કિમને મંજૂરી આપવા માટે હુકમ પણ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.