Abtak Media Google News

રેસકોર્સમાં મુખ્ય મહેમાન રાજુભાઇ જેઠવાની ઉ૫સ્થિતિમાં જ્ઞાતિરત્નોનું સન્માન: હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા અને ગુણવંત ચુડાસમા જ્ઞાતિજનોને કરાવશે મોજ: મહાઆરતી, રકતદાન શિબિર, મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે: આયોજકો ‘અબતક’ આંગણે

લાલાબાપાની કાલે ૭૮મી પુણ્યતિથિ નીમીતે રેસકોર્ષમાં લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ (ટ્રસ્ટ)  દ્વારા સંત લાલાબાપાની ૭૮મી પુણ્યતિથિ ઉજવવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોચી સમાજમાં બહોળી નામના ધરવતા રાજુભાઇ જેઠવા (બાબરાવાળા) કે જેઓ એ તાજેતરમાં જ બાબરામાં આવેલ વડલીવાળાી માં મેલડી માતાજીના મંદીરે ર૪ કલાક ધમધમતું અન્નક્ષેત્ર ચાલુ કયુૃ છે. અને ગાયો માટે ગૌશાળા પણ બનાવી છે. અને તેઓ આ ટ્રસ્ટ સાથે છેલ્લા ૧૦ વર્ષથી જોડાયેલા છે અને ટ્રસ્ટમાં કંઇક ને કાંઇક નવુ કરવાની સભ્યોને પ્રેરણા આપતા રહે છે.

તેમજ આ કાર્યક્રમમાં મહેમાનમાં હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા અને રમુજના રાજા ગુણવંત ચુડાસમા દ્વારા દીપ પ્રાગટય બાદ મહાઆરતી ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવશે. અને મોચી સમાજનું ગૌરવ એવા રેડીયો કલાકાર સરોજબેન ચૌહાણ  અને અજયભાઇ દેશાણી તેના કંઠથી સૌને મંત્રમુગ્ધ કરશે આ તકે એક મહારકતદાન શિબિરનું આયોજન પણ કરાયેલ છે. તેમના સહયોગ દાતાઓ એસ.એન. ચૌહાણ, રમેશભાઇ ચાવડા, પરેશભાઇ આસર, અનિલભાઇ ચાવડા અને નવીનભાઇ ચાવડા બિરાજમાન છે.

આગામી વર્ષ તા. ૧૪-૪-૨૦૨૦ માં યોજાનાર લાલાબાપાની ૭૯મી પુણ્યતિથિમાં બીજી વખત પાંચ સમુહલગ્ન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેથી ગરીબ કુટુંબની દીકરીના માતા પિતાને ખર્ચમાંથી મુકિત મળે અને દીકરીના ધામધૂમ થી લગ્ન થઇ શકે. લાલબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ દ્વારા ઉજવાઇ રહેલી બાપાલાલબાપાની ૭૮મી પુણ્યતિથિમાં દિલીપભાઇ જાની, સ્વામી સત્યપ્રકાશ, અજરણભાઇ જળુ, લાલજીભાઇ ગજજર, તુરાબભાઇ આઝાદ, અને ઘનશ્યામસિંહ જાડેજા ની વિશેષ ઉ૫સ્થિતિ રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ દિનેશભાઇ ચૌહાણ, દિવ્યેશભાઇ પરમાર, તેજસભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ ચૌહાણ, રાકેશભાઇ વાળા, ગુણવંતભાઇ ઝાલા, રાજેશભાઇ ચૌહાણ અને કારોબારી સમીતીના લાલજીભાઇ ગોહેલ, ચિરાગ ચાવડા, જયસુખભાઇ જેઠવા, ભુપતભાઇ નાગર, રમેશભાઇ પરમાર, લાલીતભાઇ મકવાણા, દીપકભાઇ ચૌહાણ, ભરતભાઇ ચાવડા, સુનિલભાઇ જાદવ, વિશાલભાઇ ગોહેલ, શૈલેષભાઇ ચુડાસમા, હર્ષદભાઇ મકવાણા, હર્ષદભાઇ ઝાલા, મનસુખભાઇ ચૌહાણ, નરભેરામભાઇ ગોહેલ, જયદીશભાઇ સરવૈયા, નીલેશ ચાવડા, નરેન્દ્રભાઇ સરવૈયા, હિતેશભાઇ ચુડાસમા, ઘનશ્યામભાઇ વાઘેલા, પિન્ટુભાઇ નાગર, અનિલભાઇ ચાવડા, મનુભાઇ ગોહેલ, સુરેશભાઇ ચૌહાણ, જનકભાઇ ચાવડા અને અમિતભાઇ પરમાર સહીત ૧૦૦ વધુ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. કોઠારીયા રોડ મોચી જ્ઞાતિ સમાજના ૬૦ સભ્યો કાર્યક્રમમાં તન મનથી સેવા આપશે. ધર્મોત્સવને સફળ અગ્રણીઓ ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.