Abtak Media Google News

૨૪ જિલ્લામાં કાયમી લોકઅદાલતની સ્થાપના કાયમી લોકઅદાલતમાં ગુણદોષના આધારે નિર્ણય: હુકમનામાને દિવાની કોર્ટના હુકમનામા ગણાશે

રાજયના કાનુની સેવા સતામંડળ અને હાઈકોર્ટ દ્વારા કાયમી લોક અદાલત શ‚ કરવાના નિર્ણયમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને બરોડામાં પ્રારંભ થશે. તેમજ રાજયના ૨૪ જિલ્લામાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવનાર છે. કાયમી લોક અદાલતમાં ગુણદોષના આધારે નિર્ણય લેવાશે અને આ હુકમનામાને દિવાની કોર્ટના હુકમનામા ગણવામાં આવશે. આ લોક અદાલતમાં કેન્દ્ર અને રાજય સરકારની જાહેર ઉપયોગી સેવાને પણ આવરી લેવામાં આવી છે.

ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા રાજયના કુલ ૨૪ જીલ્લામાં કાયમી લોક-અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. જે પૈકી રાજકોટ જીલ્લામાં કાયમી લોક-અદાલતની સ્થાપના કરવા આદેશ કરવામાં આવેલો છે. જે અન્વયે જીલ્લા કાનુની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય, રાજકોટ દ્વારા પ્રત્યેક માસના ચોથા શનિવારે કાયમી લોક-અદાલતનો પ્રારંભ કર્યો છે.

જીલ્લા કાનુની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય, રાજકોટના ચેરમેન તથા રાજકોટ જીલ્લાના મુખ્ય જીલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ દ્વારા કાયમી લોક-અદાલત વિશે માહિતી આપતા જણાવાયું છે કે, કાયમી લોક-અદાલતમાં જાહેર જનતાના ઉપયોગની સેવાઓ અંગેના કેસો દાખલ કરવામાં આવશે તથા દાખલ કર્યા બાદ તેમાં સમાધાન, સમજુતીના પ્રયત્નો કરવામાં આવશે અને જો સમાધાન/ સમજુતી ન થઈ શકે તો સદર કાયમી લોક-અદાલત દ્વારા તેનો ન્યાય નિર્ણય ગુણદોષ પર કરવામાં આવશે. સદર કાયમી લોક-અદાલતમાં જે ગુનાઓ કોઈપણ કાયદા અન્વયે સમાધાનલાયક હોય, તેવા ગુનાના કેસો હાથ પર લેવામાં આવશે. તદઉપરાંત, જયાં વિવાદિત મિલકતની કિંમત એક કરોડ ‚પિયા સુધીની હોય, તેવા કિસ્સામાં સદર કાયમી લોક-અદાલતની હકુમત રહેશે. જયારે કોઈપણ પક્ષકારોમાં તકરાર થાય ત્યારે જે-તે જાહેર જનતાના ઉપયોગની સેવાઓની તકરાર દાવા સ્વ‚પે કોર્ટ સમક્ષ લાવતા પહેલા, જે-તે પક્ષકાર તે તકરારના નિવારણ માટે એક અરજી કાયમી લોક-અદાલતને કરવાની રહેશે. સદર કાયમી લોક-અદાલતનો ચુકાદાઓ, નિર્ણયો, સમજુતીના કરારો તમામ પક્ષકારોને માન્ય રહેશે તથા કાયમી લોક-અદાલતનો હુકમ અંતિમ રહેશે. કાયમી લોક-અદાલતના હુકમ દીવાની કોર્ટના હુકમનામા ગણાશે. સદર કાયમી લોક-અદાલતમાં જાહેર જનતાના ઉપયોગની સેવાઓમાં હવા, રોડ અથવા જળમાર્ગ દ્વારા મુસાફરી અથવા માલસામાનના વહન માટેની પરિવહન (ટ્રાન્સપોર્ટ) સેવા, પોસ્ટ, ટેલિફોન અથવા ટેલિગ્રાફની સેવાઓ, જાહેર જનતા માટે વિજળી અથવા પાણીનો પુરવઠો પુરો પાડનાર કોઈપણ સંસ્થા, જાહેર સ્વચ્છતા અથવા જાહેર સફાઈ કરનાર પઘ્ધતિ, હોસ્પિટલ અથવા દવાખાનાઓની સેવા આપનાર તંત્ર, વીમા અંગેની સેવાઓ, બેકીંગ તથા ખાનગી નાણાકીય સેવાઓ, શિક્ષણ/ શૈક્ષણિક સંસ્થાઓ, ગૃહ અને રીઅલ એસ્ટેટ સેવા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગારી બાંહેધરી અધિનિયમ, ૨૦૦૫, તેમાં કેન્દ્ર સરકાર અથવા યથાપ્રસંગ રાજય સરકાર જાહેર હિતમાં જાહેરનામા દ્વારા જાહેર જનતાના ઉપયોગની સેવાઓના હેતુઓ માટે જાહેર ઉપયોગી સેવા તરીકે જાહેર કરી હોય તેવી કોઈપણ સેવાનો સમાવેશ થાય છે.

સદર કાયમી લોક-અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. સદર કાયમી લોક-અદાલત રેગ્યુલર લોક-અદાલતથી ભિન્ન પ્રકારની છે કારણકે, રેગ્યુલર લોક-અદાલતમાં કોર્ટમાં પેન્ડીંગ કેસ અથવા પ્રિ-લીટીગેશન કેસ રીફર કરવામાં આવે અને તેનો સમજુતી કે સમાધાનથી નિકાલ ન થાય ત્યારે જે તે પક્ષકારને જે તે કોર્ટમાંથી કાયદેસરનો ઉપચાર મેળવવા સલાહ આપવામાં આવતી હોય છે. જયારે, કાયમી લોક-અદાલતમાં પક્ષકારો વચ્ચે સમજુતી કે સમાધાન થતું નથી તેવા સંજોગોમાં તે જ લોક-અદાલત દ્વારા સદર કેસનો ગુણદોષથી નિકાલ થતો હોય છે. જેથી કાયમી લો-અદાલત પક્ષકારો માટે વધુ ફાયદા‚પ તથા મદદ‚પ છે. જેથી પક્ષકારોને સદર કાયમી લોક-અદાલતનો લાભ લેવા એડી. સિનિયર સિવિલ જજ આર.કે.મોઢની યાદીમાં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.