Abtak Media Google News

અષાઢી બીજના દિવસે ખાસ ઉજવણી: જાહેર જતાને આમંત્રણ

લોહાણાપરા રઘુનાથજી મંદીર ખાતે છેલ્લા ૯૩ વર્ષથી રામાયણના પાઠ ચાલી રહેલ છે. અષાઢી બીજના રોજ ૯૪ વર્ષમાં પ્રવેશ થયો છે. આ ગંગાભગતની જગ્યાના નામથી પ્રસિઘ્ધ મંદીરની જગ્યામાં જેઠાભાઇ રાજદેવ દ્વારા સ્થાપિત રઘુનાથજી સત્સંગ મંડળ દ્વારા રાત્રે ૯.૧૫ થી ૧૦.૧૫ તુલસી કૃત રામાયણના પાઠ કરાવવામાં આવે છે.

તુલસીકૃત રામાયણની કથા ૪ જુલાઇને શુક્રવારના રોજ ૧૯૨૪માં શરુ કરવામાં આવી હતી જે હાલ વટવૃક્ષ બની ગઇ છે. આ પ્રસંગે કથાના વકતા મનુભાઇ પોબારુ બે માસ અગાઉ જ શ્રીજી ચરણ પામ્યા છે. ત્યારે પોબારુ પરિવારના સભ્યો ભૂપતભાઇ પોબારુ, પૂજારી રમેશભાઇ અને મંડળના સભ્યો દ્વારા આ કાર્ય અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ કરીને હજુ પણ નિયમીત ચાલુ રાખવામાં આવેલ છે તેમજ આ કથા ગુરુદેવની આજ્ઞાથી શરુ થઇ હોઇ તેમના જ શિષ્ય હરિચરણદાસજીની ઉ૫સ્થિતિમાં રામાયણની અંતાક્ષરીનું તેમના જન્મદિને આયોજન થયું હતું. આ અવિરત કાર્યને ચાલુ રાખવા માટે ઉજવણીમાં સહભાગી થવા સંસ્થાના ભૂપતભાઇ પોબારુ દ્વારા અબતક ના આંગણે ઉ૫સ્થિત રહી સોૈને લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુનાથ મંદીરના પૂજારી રમેશભાઇ સહીત સર્વ સભ્યો ભારે જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.