Abtak Media Google News

સમુહલગ્નોત્સવમાં ૧૧ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાયા જયારે ૩૦ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી: સમાજ સેવાના ઉદ્દેશ્યથી મહારકતદાન શીબીર યોજાઇ

લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા જ્ઞાતિનો પરમો સમુહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ ગઇકાલે યોજાયો હતો. શહેરના પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ખાતે યોજાયેલા આ સમારોહમાં ૧૧ નવદંપતિઓઅ પ્રભુતામાં પગલા પાડયા હતા. જયારે ૩૦ બટુકોએ શાસ્ત્રોવિધિએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી પરિવાર દ્વારા આ સમારોહનો તમામ ખર્ચે ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ સેવાની ભાવનાથી મહા રકતદાન  શિબીરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2019 02 25 11H32M21S803

આ સમારોહના આયોજન અંગે અબતકનો માહીતી આપતા મંડળના સલાહકાર અશોકભાઇ હિન્ડોચાએ જણાવ્યું હતું કે ભારતભરના લોહાણા સમાજના ઇતિહાસમાં સમુહલગ્નનો આયોજન કરનારુ લોહાણા યુવક પ્રગતિ મંડળ પ્રથમ હતું અને આજે જેના ભાગરુપે આજે પરમો સમારોહ યોજાઇ રહ્યો છે.

આ સમારોહની વિશેષતા એ છે કે મંડળના પ્રમુખ જ મુખ્ય દાતા હોય અમારા મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી પરિવાર દ્વારા આ કાર્યક્રમનો તમામ ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમના પરિવાર દ્વારા આ પહેલા પણ બે વખત સમારોહનો તમામ ખર્ચે ઉઠાવ્યો છે. સમુહલગ્નોત્સવમાં જોડાનારા દીકરીઓને જસાણી પરિવાર તરફથી સોનાની વસ્તુઓ ઉપરાંત ર૦૦ જેટલા દાતાઓ દ્વારા જીવન જરુરી તમામ ચીજવસ્તુઓ કરીયાવરમાં ભેટમાં આપવામાં આવી છે.

આ સમારોહમાં બહારગામથી પધારેલા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત સમુહલગ્નમાં જોડાનારી દીકરીઓ માટે અહી જ બ્યુટી પાર્લરની નિ:શુલ્ક વ્યવસ્થા કરીને લગ્ન માજ્ઞે નવવધુ તરીકે તૈયાર કરવા દેવામાં આવી હતી. તેમ જણાવીને હિન્ડોચાએ ઉમેર્યુ હતું કે આ સમારોહના આયોજન પાછળનો ઉદ્દેશ્ય એક સાથે ભેગા થવાથી જ્ઞાતિભાવના વધે અને ખોટા ખર્ચ બચે તેવો છે.

કેન્દ્રના પૂર્વ નાણા સચિવ હસમુખ અઢીયા, યોગેશભાઇ લાખાણી, પરેશભાઇ ભુપતાણી વગેરે જેવા લોહાણા સમાજના આગેવાનો આ સદ કાર્યને પ્રોત્સાહન આપવા સમુહ લગ્નોત્સવ દ્વારા લગ્નગ્રંથિથી જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.