Abtak Media Google News

નર્મદા નીરના વધામણાના લોકોત્સવ અંતર્ગત મહાનગરપાલિકાનું આયોજન: ‘અબતક’ની મુલાકાતમાં અપાઈ વિગતો

આજી ડેમ ખાતે નર્મના નિરના વધામણાના લોકોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજે રાત્રે મવડી ચોક ખાતે ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી અને ધી‚ભાઈ સરવૈયાનો લોકડાયરો યોજાશે. આ કાર્યક્રમની વિગતો આપવા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકર, બંને કલાકારો સાથે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

‘અબતક’ સાથેની વાતચીતમાં ધી‚ભાઈ સરવૈયાએ કહ્યું હતુ કે, સરદાર અને ગાંધીજીનું સૌરાષ્ટ્રને હરિયાળુ કરવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ‚પાણીના પ્રયત્નોથી સૌરાષ્ટ્રના પ્રાણ સમો પાણી પ્રશ્ર્નનો ઉકેલ આવ્યો છે. આ તકે ધી‚ભાઈએ લોકોને વાણી અને પાણી વેડફાય નહી તેનું ધ્યાન રાખવાઅપીલ કરી હતી. આ તકે કિર્તીદાન ગઢવીએ કહ્યું હતુ કે નર્મદા નીરના વધામણા કરવાના અવસરે ‘અહો નર્મદા નિર ગંભીર ગાજે’ છંદની રચના કરાઈ છે. આ યોજના માત્ર સરકારની નહી પરંતુ આપણા સૌની છે.

સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરે કહ્યુંહ તુ કે કીર્તિદાન ગઢવી તથા ધી‚ભાઈ સરવૈયા પ્રસ્તુત લોકડાયરાનું શાનદાર આયોજન કરેલું છે જેનું દીપ પ્રાગટય ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે કોર્પોરેશનના પદાધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, પાર્ટીના હોદેદારો વિગેરે ઉપસ્થિત રહેશે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા યોજાનાર ભવ્ય લોકડાયરો માણવા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.