મંદિરોને તાળા: સૌરાષ્ટ્રમાં હનુમાન જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી

54

રામ પ્રિય નમસ્તૂભ્યમ હનુમાન સર્વદા

સૌરાષ્ટ્રમાં હનુમાન જયંતિનું વર્ષોથી આગવું મહત્વ રહ્યું છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઈરસના પગલે ઈતિંહાસમાં પ્રથમ વખત હનુમાન મંદિરો બંધ રહ્યા હતા લોકોએ ઘેર બેઠા હનુમાન જયંતિની ઉજવણી કરી હતી. મહાઆરતી, બટુક ભોજન સહિતના સામુહિક ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા માત્ર પૂજારી દ્વારા જ પૂજન થયુંહતુ ઈતિહાસમાં પ્રથમ વખત મંદિરો ભાવિકો વિના સૂના પડયા હતા.ભકતજનોની આસ્થાને બરકરાર રાખવા ટીવી ચેનલનાં માધ્યમથી લાઈવ દર્શન કરાવ્યા હતા સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોના યજ્ઞ, સુંદરકાંડ પાઠ, બટુક ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો બંધ રખાયા હતા જેની સંક્ષિપ્ત માહિતી અહી પ્રસ્તુત છે.

ધ્રાંગધ્રા

હનુમાન જયંતિ નિમિતે ધ્રાંગધ્રાના તમામ હનુમાન મંદિરોએ માત્ર પૂજારી દ્વારા જ દાદાની પ્રતિમાને સ્નાન કરાવી સિંદૂર થાપા અને આરતી કરી સાદગીપૂર્ણ હનુમાન જન્મોત્સવ ઉજવાયો હતો. લોકડાઉનના પગલે ધાર્મિક કાર્યક્રમો અને બટુકભોજન પણ મુલત્વી રખાયા હતા.

ભોયકા

સાળંગપૂર જેટલી જ પ્રસિધ્ધિ ધરાવતું ભોયકા હનુમાનજી મંદિરે પ્રથમ વખત ભકતો વિના સાદગી પૂર્ણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સમુહ હનુમાનચાલીસા અને રામધૂનનો કાર્યક્રમ પણ બંધ રખાયો તહો.

ઓખા આરંભડા

ઓખા આરંભડશ જલારામ મંદિરે પ્રથમ વખત સાદગીપૂર્ણ હનુમાન જન્મોત્સવ ઉજવાયો હતો.

સૌરાષ્ટ્રનું બીજુ વીરપૂર ગણાતુ આ મંદિર બારેમાસ ભાવિકોથી ધમધમતુ હોય છે. ત્યારે પ્રથમ વખત મંદિર દ્વારા યોજાતા તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રખાયા હતા.

Loading...