Abtak Media Google News

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી.સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મહુવા વાઘનગર સુંદરનગર, પાણીની ટાંકી પાસે એક ઇસમ નંબર પ્લેટ વગરની હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ દોરીને લઇને શંકાસ્પદ રીતે નિકળતા, તેને રોકી તેની પાસે મોટર સાયકલના કાગળો કે બીલ માંગતા નહી હોવાનુ જણાવતા જેથી તુર્તજ પંચોને બોલાવી નામ ઠામ પુછતા ગોબરભાઇ ભાણાભાઇ કાછડ ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.સુંદરનગર ખારો,તા.મહુવા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પોતાની પાસેની હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેની હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે મોટર સાયકલ જોતા એક હિરો કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના ચેસીસ નંબર જોતા –MBLHA10AMCHG30455 તથા એન્જીન નંબર-HA10EJCHG22804 ના છે. જેની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
મજકુર ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, પોતે આજથી આશરે ત્રણ મહિના પહેલા મહુવા જનતા પ્લોટ મગન કરશનના પુતળા પાસે આવેલ શાક માર્કેટ માંથી આ સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.