Abtak Media Google News

આ પૂર્વ પણ ઘણાં ખેલાડીઓ સાથે છેતરપીંડી કર્યા હોવાનો પોલીસનો દાવો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ  કેપ્ટન રાહુલ દ્રવિડે અહીં એક કંપની સામે ચાર કરોડ રૂપિયાના કથીત છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. સદાશિવનગરના પોલીસ નીરીક્ષક નવીનના મતે દ્રવિડે બે દિવસ પહેલા વિક્રમ ઇન્વેસ્ટમેન્ટ કંપની સામે ચાર કરોડ રૂપિયાની છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવી છે. કેટલાક રીપોર્ટ મુજબ આ કં૫નીએ અન્ય ઘણાં ખેલાડીઓ સાથે પણ છેતરપીંડી કરી છે.

પરંતુ દ્રવિડ ફરીયાદ કરનારા પ્રથમ ખેલાડી છે. પોલીસે વિક્રમ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માઘ્યમથી ઘણાં લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગવા બદલ બે અઠવાડીયા અગાઉ પાંચ લોકોની અટકાયત કરી હતી જેમાં એક પૂર્વ સ્પોર્ટસ જર્નાલીસ્ટ પણ સામેલ હતાં. દ્રવીડે પોતાની ફરીયાદમાં આરોપ લગાવ્યો છે કે તેને વધુ રીટર્ન મળવાના આશ્ર્વાસનને કારણે ૨૦૧૪માં ૨૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. પરંતુ મુળ રોકાણમાંથી પણ હજુ સુધી ચાર કરોડ રૂપિયા પરત મળ્યા નથી. રાહુલ દ્રવીડે આ મામલે તમામ દસ્તાવેજ જમા કરાવી દીધા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.