Abtak Media Google News

માસ્ટર શેફ ઈન્ડિયા વિનર શેફ રિપુદમન અને રસોઈની રાણીના વિનર શેફ શિવાની મહેતા આપશે હાજરી

રાજકોટમાં સર્વ પ્રથમવાર હેલ્લો કીટ્ટી દ્વારા ભવ્ય લાઈવ કુકીંગ કોમ્પીટીશન અને તેના વર્ક શોપનું તા.૧૮ને શનિવારે હોટલ કિંગ ક્રાફટ કાલાવડ રોડ, રાજકોટ મુકામે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી આયોજન કરવામાં આવશે.કોમ્પીટીશનમાં ૨૦૦થી વધારે ભાઈઓ તથા મહિલાઓ ભાગ લઈ આ પ્રાગ્રામને સફળ બનાવશે. આ કોમ્પીટીશનમાં રિપુદમન માસ્ટર શેફ ઈન્ડીયા વિનર સિઝન ૩ અને શેફ શિવાની મહેતા રસોઈ શો વિનર રસોઈની રાણીની ખાસ હાજરી ફકત ગેસ્ટ તરીકે નહી પણ ભાગ લેનાર તમામને સ્પર્ધકોને ઈન્ટરનેશનલ સ્ટાટર લાઈવ શિખવાડી કુકીંગ માટેની ઘણી ખરી માહિતી ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આપશે.હેલ્લો કીટ્ટી દ્વારા ભાગ લેનાર તમામ પધારેલ સ્પર્ધકો અને દર્શકોને રિટર્ન ગીફટ સ્વ‚પે હાથી મસાલાના હેમ્પર તથા સર્ટીફીક્ટ અને બીજી અનેક ગિફટ આપી તેમને પ્રોત્સાહીત કરવામાં આવશે. આમાં આ સ્પર્ધમાં વિજેતાઓને ગુજરાત શેફ લાઈવ ટેલીવીઝનમાં જવાનો ચાન્સ પણ મળશે. તથા વિજેતાઓને એવોર્ડ ચાંદીનો સીકકો સર્ટિફીકેટ તથા ગિફટો આપીને જાહેરમાં સન્માનીત કરવામાં આવશે. તેવું અબતક્ધી મુલાકાતે આવેલા પા‚લબેન નાગડા, ચંદનબેન લાડાણી, શિલુબેન ચંદારાણા, માનસી વણજારા, ભાવનાબેન કકકડ, જુલ્લીબેન સિધધપુરા, સુનિતાબેન ભાયાણી, ભાર્ગવીબેન વ્યાસે જણાવ્યું હતુ આ સ્પર્ધામાંભ ગ લેવા માટે સ્પર્ધકોએ પા)લબેન ૭૮૭૪૨૪૧૧૦૨, ચંદનબેન ૯૪૨૯૫૬૭૫૨૨, જુલ્લીબેન ૯૨૬૫૦૨૨૯૦૦, શિલુબેન ૯૫૮૬૪૯૪૪૩૦ સંપર્ક કરવા જણાવાયું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.