ભુજમાં શ્રાવણીયો જુગાર રમતા ૬ શકુની એલસીબીની ઝપટે

શહેર ખાતેના એલસીબી ના ઇન્ચાર્જ પી.આઈ   એસ.જે.રાણા  શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે , ખારીનદી રોડ પર આવેલ જલારામ મંડપ સિેવેસના ગોડાઉનની પાછળ નીલકંઠનગર -૧ ના ખુલ્લા મેદાનમાં અમુક ઇસમો ગંજીપાના વડે તીન પતીનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જેથી બાતમી  વાળી જગ્યાએ રેડ કરતા  આરોપીઓ  સોહીલ મોહમદસરીફ ટાંક ઉવ -૨૯ રહે – સંજોગનગર શાળા નં -૧૬ ની સામે ભુજ, ઇમરાન રમજુ માંજોઠી ઉ.વ -૩૦ રહે – જનતા નગરી કેપ એરીયા ભુજ,  ઇમરાન મામદહુસેન સુમરા ઉ.વ -૩૦ રડે ભીડનાકા બહા , અલફલા કોલોની ભુજ, મત ઇસ્માઇલ સોઢા ઉ.વ -૩ ર હે – કેમ્પ એરીયા માંજોઠી મદ્રેસા પાછળ ભુજ, નઝીર અહેમદભાઇ સંધી ( સમા ) ઉ.વ -૩૦ રહે – અમનનગર ચોકડી, ખત્રી કોલોનીની બાજુમાં,  મોહમદવસીમ જુસબભાઇ માંજોઠી ઉ.વ -૨૦ રહે – કેપ્પએરીયા પઠાણ ફળીયુ ભુજ ના કબ્જા માં રહેલ- મુદામાલ – રોકડ રકમ .૪૪,૫૫૦  તથા  મોબાઇલ ફોન નંગ – ૬ , કિ.સ .૧૫ .000 , મારૂતી સ્વીફટ કાર  નંબર. GJ- ૧૨ – AE – ૨૯૮૧ , કિ.રૂ. ૧,૫૦,૦૦૦  એમ કુલે કિ.રૂા .૨,૪૯,૨૫૦  ના મુદામાલ સાથે  તમામ આરોપીઓને પકડી આગળની કાર્યવાહી અર્થે ભુજ શહેર ” એ ” ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ . હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું

Loading...