Abtak Media Google News

આજી ડેમ પાસે મેલડી માતાજીના મંદિર નજીક કાળુભાઈ મુંધવાની વાડી વંડામાંથી ગાયને ફાડી ખાધી

છેલ્લા બે માસથી છેલ્લા બે માસથી ગીરમાંથી નીકળી રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આંટા ફેરા કરી રહેલા ત્રણ પાઠડા સિંહને હવે રાજકોટના પાદરમાં પડાવ નાખ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરની ભાગોળે આવેલા આજીડેમ નજીક એક વાડી પાસે માલધારીના વંડામાં ગત મધરાત્રે સિંહો ત્રાટક્યા હતા અને એક ગાયનો શિકાર કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.હવે સિંહો રાજકોટ સુધી પહોંચી જતા માલધારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.તત્કાલ સિંહને પકડી લેવા લોકોમાંથી માંગ પણ ઉઠી રહી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત મધરાતે ત્રણથી ચાર વાગ્યાની સુમારે શહેરના આજીડેમ નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસે કેટલાક માલધારીઓની વાળી આવેલી છે. અને અહીં વંડા બાંધી ત્યાં પશુઓને રાખવામાં આવે છે કાળુભાઈ બીજલભાઈ મુંધવાના વંડામાંથી ગત મધરાતે એક ગાયનું મારણ કર્યું હતું.આ ઘટનાની જાણ કરાતા તાબડતોબ ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રોજ કામ કર્યું હતું.સિંહ હવે રાજકોટના દરવાજે પહોંચી ગયા હોય તેઓને તત્કાલ પકડી લેવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે.જોકે નિયમ મુજબ જ્યાં સુધી સિંહો માનવને નુકસાન ન પહોંચાડે ત્યાં સુધી તેઓ ને પકડી શકાતા નથી. જીપીએસ સિસ્ટમ દ્વારા સતત તેઓનું ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગીર માંથી આવેલા એક નર અને બે માદા પાઠડા સિંહને છેલ્લા બે માસથી અલગ અલગ વિસ્તારોમાં આંટાફેરા કરી રહ્યા છે. આ ત્રણ સિંહ ચોટીલાના રામપરા સુધી પહોંચી ગયા હતા.તેઓએ છેલ્લા બે માસમાં અને પશુઓના મારણ કર્યા છે. પરંતુ એક પણ વ્યક્તિ ઉપર હુમલો કર્યો નથી. ફોરેસ્ટની ટીમ સતત તેઓની પાછળ પાછળ ફરી રહી છે.ગત મધરાતે જ્યા ગાયનો શિકાર કર્યો હતો. તે વિસ્તાર રાજકોટના રહેણાંક વિસ્તાર એવા રાધાકૃષ્ણ સોસાયટીથી માત્ર અડધો કિલોમીટર જ દૂર છે. આવામાં કહી શકાય કે સિંહ હવે રાજકોટ શહેર સુધી  ઘૂસી ગયા છે.તેને ગત અઠવાડિયે રાજકોટના પાદરમાં દીપડો પણ દેખાયાં આ અહેવાલ વહેતા થયા હતા.જેને પકડવા માટે પાંજરૂ મૂકવામાં આવ્યું હતું.હવે શહેરની ભાગોળે ગત મધરાતે ત્રણ સિંહોએ ગાયનું મારણ કરતા માલધારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સિંહ શહેરની મારે આવી ગયા હોય રાજકોટવાસીઓ માં પણ લખ લખું પસરી જવા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.