જી.પં.ની બાંધકામ સમિતિની બેઠકમાં રૂ.૫.૨૦ કરોડના કામોને લીલીઝંડી

125

એજન્સીએ ઓએફસી કેબલ નાખવાના કામમાં રોડ તોડી નાખતા તેની મંજૂરી રદ્દ કરાઈ: કામ સ્થગિતરાખી રોડ રીપેર કરી દેવાનો આદેશ

જિલ્લા પંચાયતની બાંધકામ સમીતીની બેઠક આજરોજ ચેરમેન મગનભાઈ મેટાળીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રૂ.૫.૨૦ કરોડના ખર્ચે વિવિધ ૨૦ વિકાસ કામોને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. સાથો સાથ એક એજન્સીએ ઓએફસી કેબલ નાખવાના કામમાં જિલ્લાભરના રોડ રસ્તાને નુકશાની કરી હોય તેની મંજૂરી રદ્દ કરી કામ સ્થગિત રખાવીને સમારકામ હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બાંધકામ સમીતીની બેઠકમાં રૂ.૧૫ લાખ સુધીની રકમના કામો માટે જુદી જુદી સરકારી મંડળીઓ તેમજ પંચાયતોના ટેન્ડર મંજૂર કરાયા હતા. દેવધરી ગામે રૂ.૫.૦૧ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ, જામકંડોરણા તાલુકાના નેશનલ હાઈવેથી ઉજાલા બંધ્યા રોડ, રાજપરા દડવી રોડ સાઈડ સોલ્ડર, રોડ ફીનીશીંગનું ટેન્ડર રૂ.૭.૫૩ લાખ, ધોરાજી તાલુકાના મોટી મારડ ચિખલીયા રોડ, કલાણા છત્રાસા રોડ સાઈડ સોલ્ડર રોડ ફીનીશીંગ રોડનું ટેન્ડર રૂ.૮.૧૧ લાખ, ગોંડલ તાલુકાના કેશવાળા ડોડીયાળા રોડનું ટેન્ડર રૂ.૪.૧૩ લાખ, જેતપુરના જૂની સાકળી ગામે રૂ.૧૫ લાખના ખર્ચે સ્મશાનનું કામ, જેતપુર તાલુકાના વિવિધ રોડનું રૂ.૮૬.૮૦ લાખના ખર્ચે કામ, ગોંડલ તાલુકાના રોડ રસ્તાની રૂ.૨૬.૭૧ લાખના ખર્ચે મરામત, પડધરીમાં નવી તાલુકા પંચાયત બિલ્ડીંગનું રૂ.૧.૫૦ કરોડના ખર્ચે કામ સહિતના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાત ગ્રીડ ફાયબર લી.નામની એજન્સીએ ઓએફસી કેબલ નાખવાના કામ માટે સમગ્ર જિલ્લાના મોટાભાગના રોડ-રસ્તા તોડી નાખ્યા હોય બાદમાં તેનું સમારકામ પણ કર્યું ન હોવાી તેની મંજૂરી રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેનું કામ સ્ગીત રખાવીને સમારકામ શરૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

Loading...