Abtak Media Google News

ઐતિહાસક સમૂહ ચાતુર્માસની નિમંત્રણ પત્રિકાઓનું વડીલ ગુરૂ ભગવંતો અને ગુરુણી મૈયાઓના નામ સાથે જૈન શ્રેષ્ઠીવર્યોના હસ્તે આલેખન: રોયલ પાર્ક સ. જૈન સંઘના આંગણે ૭૫ સંત સતીજીના ચાતુર્માસને દીપાવવા ૧૦૦૮ ભાવિકો આચારાંગ સુત્ર કંઠસ્ કરશે

રોયલ પાર્ક સનકવાસી જૈન સંઘ ઉપાશ્રય સી.એમ. પૌષધશાળાના આગણે જીવ સંત-સતીજીઓનું સામૂહિક ચાતુર્માસનું આયોજન કરાયું છે. ત્યારે નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાી ચાતુર્માસ દરમ્યાન ભાવિકોએ જ્ઞાન આરાધના દ્વારા આ ઐતિહાસિક ચાતુર્માસને દિપાવવાનો સંકલ્પ કર્યો છે.

ગુજરાત રત્ન સુશાંતમુનિ મ.સા. રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. આદિ ૬ સંતો અને ૬૯ સાધ્વીરત્નાઓ મળીને રોયલપાર્ક સંઘમાં  ૭૫ સંત-સતીજીઓના ચાતુર્માસની અનુમોદના કરવાની રાષ્ટ્રસંત  ગુરૂદેવની પ્રેરણાને ઝીલીને ૧૦૦૮ ભાવિકો પ્રભુ મહાવીરની પ્રમવાણી રૂપ આચારાંગ સૂત્રને કંઠસ્ કરવાના સંકલ્પ સો આ ચાતુર્માસને દીપાવશે.2 106છેલ્લાં કેટલાંય દિવસી રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના મુખેથી મધુરવાણીમાં વહી રહેલી આચારાંગ સૂત્રની વાંચનાનું શ્રવણ કરીને જ્યારે અનેક અનેક ભાવિકો ધન્ય બની રહ્યાં છે. આ અવસરે રાષ્ટ્રસંતે આ કાળમાં જ્યારે આપણને સહુને પ્રભુનો વિયોગ યો છે ત્યારે પ્રભુની વાણી કંઠસ્ કરી પ્રભુ સાથો વાત કરવાનો બોધ આપતાં કહ્યું હતું કે, દુર્ભાગ્યે આ કાળમાં આપણને પ્રભુના વિયોગમાં પણ પરમ સદભાગ્યે પ્રભુનો ધર્મ અને પ્રભુના અનંત જ્ઞાન રૂપી આગમ વાણીનો યોગ પ્રાપ્ત યો છે ત્યારે તે આગમવાણીને આ ભવમાં ન માત્ર કંઠસ્ કરીને પરંતુ સો સો હૃદયસ્ કરીને એવી આત્મસાત કરી લેવી છે.

આચારાંગ સૂત્ર અર્ધમાગધી ભાષામાં રચાયેલ પ્રભુ મહાવીરની પ્રમ દેશના છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી ભગવાનના શ્રીમુખેથી પ્રમવાર જે ઉપદેશ બોધ પ્રગટ થયો તે આચારાંગ સૂત્ર છે. આચારાંગ સૂત્ર આત્મ અસ્તિત્વનો અહેસાસ કરાવનાર સૂત્ર છે. તેના વિષયમાં ભગવાન મહાવીરે વૈરાગ્યમય વિવિધતાનું દર્શન કરાવેલ છે. આચારાંગ સૂત્રના બે વિભાગ છે જેમાં પ્રમ વિભાગમાં ૮ અધ્યયન વૈરાગ્ય બોધના છે. જ્યારે ૯મું અધ્યયન ભગવાન મહાવીરના જીવન સાધનાનું વર્ણન છે. સરળ ભાષામાં સર્જાયેલ આ આગમ મનનીય છે.3 69ગઈકાલે સી.એમ.શેઠ પૌષધશાળા ખાતે જૈનાગમ આચારાંગ સૂત્રની વાંચના ફરમાવતા પૂ.ગુરુદેવ નમ્રમુની મ.સા.એ કહ્યું કે જેવી રીતે કાગળના ટૂકડા ઉપર રીઝવે બેન્ક ઓફ ઈન્ડિયાના ગવેનરની સહી થાય એટલે તે કાગળની કિંમત બે હજાર રૂપિયા થઈ જાય.અન્ય કોઈ કાગળ એટલે કે ચેક ઉપર સહી થાય તો તેનું મૂલ્ય ચેકમાં કરોડ રૂપિયા લખેલા હોય તો તે હવે માત્ર કાગળ નહીં પરંતુ કરોડ રૂપિયાનું મૂલ્ય થઈ જાય.તેવી જ રીતે ચતુર્વિધ સંઘ મુખ ઉપર મુહપત્તિ ધારણ કરે છે તે માત્ર કપડાનો ટૂકડો નથી પરંતુ તેમા અનંતા તીઁકર પરમાત્માની સહી છે તેમ સમજી તેનું જતન કરજો. તે હવે માત્ર કપડુ નહીં પરંતુ ઉપકરણ બની ગયું છે. ઉપકરણ અરિહંત આજ્ઞાના પાલનમાં સહાયરૂપ બને છે.

પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.રાજકોટ રોયલ પાકે સંઘને આંગણે પ્રભુ મહાવીરની પ્રમ દેશના આચારાંગ સૂત્રની આગમ વાંચના ફરમાવી રહ્યાં છે.પૂ.નમ્રમુનિજીએ કહ્યું કે પ્રભુ કયારેય આદેશ ન આપે ઉપદેશ આપે પરંતુ અહીં પ્રભુ આચારાંગના આગમ વાક્ય દ્રારા માર્મિક આદેશ આપે છે… “જાએ સધ્ધાએ નિખંતો તમેવ અણુ પાલીયા આ આગમ વાક્યનો ભાવો સમજાવતા ગુરુદેવે કહ્યું કે તીઁકર પરમાત્મા ફરમાવી રહ્યાં છે કે, હે સાધક! જે શ્રદ્ધાી સંયમ ધમેને અંગીકાર કરી રહ્યાં છો તે શ્રદ્ધામાં યથાવત્ જીવન અડોલ અને અડગ રહેજો. આરંભે શૂરા,મધ્યે ખંતીલા, અંતે અડગ રહેવાી વિજયને વરનારા બની શકાય છે.પૂ.ગુરુદેવે “હિયમાન,વધેમાન અને અવસ્તિ ત્રણેય ભાવો ઉપર ગહન ચિંતન ફરમાવતા કહ્યું કે ભાવ વધેમાન રાખવા માટે સદા સંવેગ ભાવમાં રમણતા કરવી.

આગમ વાંચના બાદ ઐતિહાસિક સમૂહ ચાતુર્માસની નિમંત્રણ પત્રિકા રોયલ પાર્ક સનકવાસી જૈન સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ, ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, નટુભાઈ શેઠ, અશોકભાઈ મોદી, ભાવેશભાઈ શેઠ, હેમલભાઈ મહેતા, મહિલા મંડળના અગ્રણી વીણાબેન શેઠ વગેરેના હસ્તે ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.ગુ‚ભગવંતો એવમ્ પૂ.મહાસતિજીઓના નામનું પત્રિકા ઉપર આલેખન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.