ફિનીકસ પક્ષીની જેમ ‘બે-સહારા’ ફરી લોકોના વ્હારે !!!

સહારા ઈન્ડિયા પરિવારે તેની સહકારી મંડળીના ૧૦ લાખ સભ્યોને બાકી રહેલા ૩૨૨૬ કરોડ રૂપિયાનું ચુકવણુ કર્યું

સહારા ગ્રુપ ભારતનું સૌથી મોટુ ગ્રુપ હોવાનું માનવામાં આવે છે જેને અનેકવિધ સહકારી મંડળીઓનું નિર્માણ પણ કરેલું છે પરંતુ આરોપોના પગલે સુપ્રીમ કોર્ટે સહારા ઈન્ડિયા પરીવાર ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જેના કારણે સહકારી મંડળીના સભ્યોને કરોડો રૂપિયાનું ચુકવણુ કરવાનું બાકી રહ્યું હતુ પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ સહારા પરીવાર ફિનીકસ પક્ષીની જેમ બે સહારા બનેલા લોકોની વ્હારે આવ્યું છે અને ગત ૭૫ દિવસમાં સહારા પરીવારે તેના સહકારી મંડળીના ૧૦ લાખ જેટલા સભ્યોને બાકી રહેલા ૩૨૨૬ કરોડ રૂપિયાનું ચુકવણુ કર્યું છે. સહારા ઈન્ડિયા પરિવાર વિરુઘ્ધ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કંપની ચીટ ફંડ બનાવેલુ છે પરંતુ ચીટ ફંડના કોઈપણ પ્રકારના પુરાવાઓ સાબિત ન થતા હાલ કંપનીએ બાકી રહેલા નાણા તેમના મંડળીના સભ્યોને પરત કર્યા છે જે ચુકવણુ કરવામાં આવેલુ છે જેમાં સહારા પરીવારની સાથી ૪ સહકારી મંડળીના સભ્યોએ ફરિયાદ કરી બાકી રહેલા નાણા ચુકવવા માટેની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ૮ વર્ષના પ્રતિબંધના પગલે આશરે ૨૨ હજાર કરોડ રૂપિયાનું ચુકવણુ વ્યાજની રકમ સાથે સહારા-સેબી એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે જે રકમ બોન્ડધારકોને પરત કરવામાં આવશે.

સહારા ઈન્ડિયા પરીવારના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કંપનીએ આશરે ૧૦૬.૧ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી પરંતુ હાલની સ્થિતિ સુધરતાની સાથે જ છેલ્લા ૮ વર્ષમાં સહારા સહકારી મંડળી સાથે સંકળાયેલા સભ્યોની વ્હારે ફરી સહારા આવ્યું છે. સહારા પરીવારના જણાવ્યા મુજબ જે રકમ વેચાણ કે એસેટના મોડગેજ થકી ઉદભવિત થયેલી હોય અથવા તો કોઈ જોઈન્ટ વેન્ચર થકી પ્રાપ્ત થઈ હોય તે તમામ રકમ સહારા સેબી એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે જે અંગેના ધારા-ધોરણો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી તે રકમમાંથી ઉદભવિત થયેલ એકપણ રૂપિયો સંસ્થાના કાર્ય કે રોકાણકારોને નાણા પરત આપવા માટે ઉપયોગમાં લાવી શકાતો નથી. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સહારા ઈન્ડિયા પરીવાર દ્વારા જે મોડુ ચુકવણુ કરવામાં આવ્યા છે તે ૮ કરોડ રોકાણકારોની સરખામણીએ ૦.૦૭ ટકા રહેવા પામ્યું છે.

બીજી તરફ ગત ૧૦ વર્ષમાં ૫ કરોડથી વધુના રોકાણકારોને ૧.૪૦ લાખ કરોડ રૂપિયાનુ ચુકવણુ કરવામાં આવ્યું છે જેમાંથી માત્ર ૪૦ ટકાનું ચુકવણુ રીઈન્વેસ્ટમેન્ટ પેટે જોવા મળ્યું છે બાકી રહેતા ૬૦ ટકાનું ચુકવણુ રોકડમાં કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ ચિત્ર સાબિત થયું છે. સહારા ઉપર લગાવવામાં આવેલા આરોપને નકારતા સુત્રો દ્વારા એ વાતની પણ માહિતી એકત્રિત કરવામાં આવી છે કે સહારા ઈન્ડિયા પરીવાર કોઈ દિવસ ચીટ ફંડના વ્યવસાયમાં કાર્ય કર્યું નથી જે ભવિષ્યમાં પણ નહીં કરવામાં આવે. સહારા પરીવાર હરહંમેશ કાયદાના ધારાધોરણો અને તેના નિયંત્રણમાં રહીને જ કાર્ય કર્યું છે. અંતમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે જે લોકોને આર્થિક અસર પહોંચી છે તેની વ્હારે ફરી સહારા પરીવાર આવ્યો છે.

Loading...