શરીર માટે અમૃત સમાન- ‘પાણી’

‘જલ જો ના હોતા, તો જગ જાતા ‘જલ’…’ આ પંકિત ‘પાણી’ માટે યથાર્થ પૂરવાર : એક માનવ શરીરમાં ૭૦ ટકા પાણીનો હિસ્સો

‘જળ એ જ જીવન’

“જલ જો ના હોતા, તો યે જગ જાતા જલ’… પાણીની અગત્યતા માટે ગવાયેલી આ પંકિત ખરેખર યથાર્થ પૂરવાર થઇ છે. શરીર માટે ‘પાણી’ અમૃત સમાન છે. એક માનવ શરીરમાં ૭૦ ટકા પાણીનો હિસ્સો છે.

તબીબોના મતે દરેક વ્યક્તિએ આખા દિવસમાં પોતાના વજન મુજબ દર વીસ કિલોએ એક લિટર પાણી અવશ્ય પીવુ જોઇએ એટલે કે કોઇનું વજન ૬૦ કિલો હોય તે વ્યક્તિએ ૨૪ કલાક દરમિયાન ત્રણ લિટર પાણી પીવુ જોઇએ.

પાણી ઓછુ પીવાથી શરીરમાં કેટલીક સમસ્યાઓ સર્જાય છે. જેમકે કબજિયાત, મંદ રકત પરિભ્રમણ વગેરે…

કેમિકલયુક્ત આલ્કલાઈન પાણી

કેમિકલયુક્ત આલ્કલાઇન પાણી એટલે કે અલગ-અલગ પ્રકારની કેન્ડલ અને મિનરલ્સ બોલથી બનાવવામાં આવતું પાણી આલ્કલાઇન પાણી એ કોઈ દવા નથી પણ શરીરમાં નું મહત્વનું ઘટક છે એટલે કે શરીર પોતાની મેળે જ સારું થાય છે.

માનવી કેટલા પીપીએમનું પાણી પી શકે?

માનવ શરીર માટે પાણીએ શું છે? અને આપણે કેવું પાણી પીવું જોઇએ? માનવ શરીરમાં પાણીએ મહત્વનુ ઘટક છે. માનવ શરીર ૬૦% પાણીનું બનેલુ હોય છે. સારું અને હેલ્ધી પાણી પીવાથી શરીરના અનેક રોગોમાં રાહત થાય છે. અને પાણીથી શરી તંદુરસ્ત રહે છે. ટીડીએસ (ટોટલ ડિસોલ્સ્ડ સોલિડસ)એટલે કે પાણીમાં રહેલા મિનરલ્સ ક્ષારનું પ્રમાણ માનવ શરીર માટે પીવાન પાણીની ટી.ડી.એસ. વેલ્યુ ૧૦૦ પીપીએમથી લઇને ૩૦૦પીપીએમ સુધીની હોવી જોઇએ.

નેચરલ આલ્કલાઇન પાણી

નેચરલ આલ્કલાઇન પાણી એટલે કે સારા વાતાવરણમાં જાડી ઝરણાનું પાણી વહેતી નદીઓ નું પાણી નેચરલ વહેતુ પાણી સામાન્ય રીતે આલ્કલાઈન જ હોય છે. વરસાદનું પાણી પણ આલ્કલાઇન હોય છે વાતાવરણના પ્રદુષણને લીધે સામાન્ય રીતે વરસાદનું પાણી પણ એસિડિક થઇ જાય છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વરસાદના પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધારે આવે છે.

આયોનાઈઝડ આલ્કલાઇન પાણી

આયોનાઈઝડ આલ્કલાઇન પાણી એટલે કે પ્લેટિનમ ની પ્લેટ ઉપર વીજપ્રવાહ પસાર કરી પાણીમાં રહેલા આલ્કલાઈન અને એસિડિક આયનોનું વિભાજન થાય છે પરિણામે આપણે પાણીમાં રહેલું એસિડ દૂર થાય છે અને આલ્કલાઇન પાણી બને છે.

ખાલી પેટે પાણી પીવાના ૧૦ ફાયદા

પાણી ન પીવાથી શરીરને કેટલાક નુકસાન થાય છે. તેવી જ રીતે પાણી પીવાના અનેક ફાયદાઓ છે. જેમકે શરીરીમાં રેહલા ઝેરી તત્વોને પરસેવા તથા યુરીન દ્વારા બહાર કાઢે છે, પેટ સંબંધી સમસ્યા જેવી કે કબજિયાત અને આંતરડામાં જમા થયેોા મળને કાઢવામાં સરળતા રહે છે, તણાવમાં રાહત સવારે ખાલી પેટે પાણી પીવાથી તણાવથી રાહત મળે છે. સવારે ઉઠતાની સાથે મગજ શાંત હોય છે. આવા સમાયે પાણી પીવાથી દિમાગને ઓકિસજન વ્યવસ્થિત મળે છે. જેથી તણાવ દૂર રહી શકાય છે, પાણી પીવાથી મોટા બોલિઝન ૨૪ ટકા જેટલુ વધે છે. જેનાથી શરીરનું વજન ઘટવામાં મદદ મળે છે, ત્વચા બને સ્વસ્થ: ખાલી પેટે પાણી પીવાથી કોશિકાઓને એકિસજન મળે છે અને તે સક્રિય થાય છે. જેથી વિચાર પર ત્વચા બની રહે છે. પેશાબ સંબંધી સમસ્યા: આખી રાત દરમિયાન બનેલા કાનીકારક તત્વોને એક વખતમાંજ પેશાક વડે બહાર કાઢવાનું કામ કરે છે. તથા વધારે પાણી પીવાથી પેશાબમાં બળતરા તથા યુરીન ઇન્ફેકશન જેવી સમસ્યા દુર થાય છે. શરીરનું તાપમાન: સવારે ખાલી પેટે પાણી પીવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. પાણી શરીરમાંના બિનજરૂરી તત્વોને રહેવા નથી હેતુ, જેથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. નવી કોીશકા પાણી લોહીમાં રહેલા હાનીકારક તત્વોને મિકસ નથી થવા દેતા અને તેના શુધ્ધિકરણમાં મદદરૂપ થાય છે. જેનાથી નવી કોશિકાઓ અને માસપેથીઓને બનવાની પ્રક્રિયા વધી જાય છે.

કોમળતા જાળવી રાખે: સરળતાથી કાર્ય કરવા માટે શરીના અંગોમાં કોમળતા અને ભીનાશ હોવી બેહદ જરૂરી છે.  જેને જાળવી રાખવનું કાર્ય પાણી કરે છે. તેથી સવારે નરણાકાઠે પાણી પીવુ કાયદેમંદ છે. જેથી આખો દિવસ શરીરના દરેક અંગો સુચારુ રૂપથી કાર્ય કરી શકે.

પીએસ શું છે?

પીએસ એટલે પોટેન્શીયલ ઓફ હાઇડ્રોજન પીએસ સામાન્ય રીતે ૦થી ૧૪ સ્કેલમાં મપાય છે. જેમાં ૦થી ૭ સુધી એસિડિક તથા ૭થી ૧૪ સુધી આલ્કલાઇન માનવશરીરની પીએસ વેલ્યુ ૭.૫ પીએસથી લઇ ૯ પીએસ સુધીની હોય છે. (ગેસ્ટ્રીકમાં એસિડિક પીએસ હોય છે.) માનવ શરીર માટે પીવાના પાણીની પી.એસ. વેલ્યુ ૭.૫ પીએસ જરૂહરી હોય છે. એટલે કે આલ્કલાઇન પાણી જરૂરી છે. આલ્કલાઇન પાણી સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય છે.

Loading...