Abtak Media Google News

વિદ્યાર્થીઓના અગાઉના પરફોર્મન્સના આધારે પરિણામ આપવામાં આવશે

દેશભરમાં કોવિડ ૧૯ વાયરસના વધતા જતા સંક્રમણના ફેલાવવાના પગલે સીબીએસઈએ બોર્ડની બાકીની પરિક્ષાઓ ધો.૧૦ અને ૧૨ની જુલાઈ મહિનામાં યોજાનારી પરિક્ષાઓ મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો હતો.

બોર્ડ ગૂ‚વારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતુ કે ધો.૧૨ના વિદ્યાર્થીઓ બાકીની પરીક્ષા ભરવા આ સંજોગોમાં રાજી નથી તેમને વાતાવરણ પુન: બહાલ થઈ જાય ત્યારે પરિક્ષાક આપવાનો વિકલ્પ આપવો જોઈએ જયારે ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે બીજીવાર પરિક્ષા લેવાનો કોઈ વિકલ્પ જ નથી . સીબીએસઈની જેમ આઈસીએસઈ બોર્ડે પણ પરીક્ષાઓ રદ કરીને ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પૂન: પરિક્ષાનો વિકલ્પ ન આપવાનું નકકી કરીને વિદ્યાર્થીઓમાં અગાઉના પરફોર્મમન્સના આધારે પરિણામ આપવાનું જાહેર કર્યું હતુ. ખંડપીઠે સીબીએસઈને શુક્રવારે સોગંદનામા સાથે તમામ વિગતો આપવા જણાવ્યું હતુ જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ જીવલેણવાયરસને લઈને પરીક્ષાઓ રદ કરવાની માંગણી કરી હતી. અદાલતે બોર્ડને આ પરિસ્થિતિની પૂન: સમિક્ષાના નિશ્ર્ચિત સમય આપવાનું જણાવ્યું હતુ અને તેમને પરીક્ષાની આખી યોજના અને પેન્ડીંગ પેપરનાં કેટલા માર્ક આપવામાં આવશે. જયારે રિઝલ્ટ જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓના માકીંગના નિયમોની જાણકારી આપવાનું જણાવ્યું હતુ. સીબીએસઈ બોર્ડ દ્વારા ધો.૧૨ના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ ઈન્ટરનલ અને અગાઉના પરફોરમન્સના આધારે અગાઉ વિદ્યાર્થીઓએ આપી દીધેલી પરિક્ષાનાં મુલ્યાંકનને આધારે માર્ક અપાશે બોર્ડના સુત્રોનાં મત મુજબ વિદ્યાર્થીઓ ને ઈન્ટરનલ માર્કના આધાર માર્ક આપવામાં આવશે. તેમ છતા વિદ્યાર્થીઓને આ અંગે સંતોષ ન હોય તો વૈકલ્પીક ધોરણ નિશ્ર્ચિત સમયગાળામાં બીજી પરીક્ષા અને પેપર ભરવાની તક આપવાનું વિચારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.