Abtak Media Google News

Table of Contents

પ્રજાની સવલતની ‘ખરાઈ’ અને ‘કડકાઈ’ સેવકો માટે પડકાર જનક કોર્પોરેટરના સહી વાળા દાખલાનો ‘વહીવટ’ અને ‘વગ’વાળા લોકો ખુલ્લે આમ કરી રહ્યા છે ‘વેચાણ’

વિવિધ સરકારી કામોમાં નગરસેવકના મુખ્ય કામો પૈકી અલગ અલગ દાખલા કાઢી આપવાનું કામ મુખ્ય છે.જેમાં આવક દાખલા, મરણના દાખલા, જાતીના દાખલા અને ઓળખના દાખલાનો સમાવેશ થાય છે. આ દાખલાના ગેરઉપયોગ થતા હોવાની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. અધુરામાં પૂર્વ નગરસેવકો પણ મોટાભાગના કિસ્સાઓમાં દાખલા કાઢી આપવામાં લાચાર હોય છે. બીજી તરફ અનેક જગ્યાએથી કોર્પોરેટરના સહી વાળા કોરા દાખલાઓ મળી આવે છે. અનેક લેભાગુ તત્વો સહીવાળશ કોરા દાખલાનો વેપલો પણ કરે છે.

હકિકતમાં આ દાખલાઓ સરકારી તંત્ર પૂરાવો કે આધાર તરીકે માંગે છે. પરંતુ વાસ્તવીક રીતે આ દાખલો માત્ર એક કાગળ છે જે કોઈ પણ વ્યકિત સરળતાથી ખોટી રીતે મેળવી શકે છે. આવી અવાર નવાર બનતી ઘટનાઓનાં પગલે હવે તો નગરસેવકો પણ રોષે ભરાયા છે. અને તેઓ ખદ એવું ઈચ્છી રહ્યા છે કે, તેઓની પાસેથી દાખલા કાઢી આપવાની સત્તા પરત લઈ લેવામાં જેથી તેમનું નામ વિવાદમા ન આવે. નગરસેવકોની કઠણાઈ તો એટલી છે કે, દાખલા કાઢી આપે તો વિવાદ થવાની શકયતા રહેતી હોય છે અને જો ખલા કાઢવામા નગરસેવકો આનાકાની કરે તો પ્રજા મત આપે નહી ઘણીવાર લોકો મામલતદાર કચેરીએ કોઈ કારણોસર જાય અને ત્યાં નગરસેવકના દાખલાની જરૂરીયાત પડે તોઅરજદારને નજીકના નગરસેવક પાસે મોકલી દેતા હોય છે..ત્યારે નગરસેવકોએ ફરજીયાત પણે દાખલા કાઢી આપવાની ફરજ પડે છે.

દોષનો ટોપલો કોર્પોરેટર પર ઠાલવી  શકાય નહીં: અશોક ડાંગર

Vlcsnap 2020 11 09 09H21M04S942

અબતક સાથેની વાતચિત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરએ જણાવ્યું હતુ કે જે તે વ્યક્તિને આવકનો દાખલો આપવામાં આવે તે પછી વોર્ડ કે શહેરમાંથી હોય. દરેક કોર્પોરેટર વ્યકિતગત રીતે બધાને ઓળખતા નથી હોતા તેમને જે વ્યકિત અરજદાર દાખલો લેવા આવ્યો તેને પૂછીને દાખલાની આવક લખવાની થાય છે. પાછળથી એલીગેશન કોર્પોરેટર પર જાય કે કોર્પોરેટરએ ખોટો દાખલો આપ્યો છે. કોર્પોરેટર જો દાખલા ન આપે તો મતદાર નારાજ થાય છે. મામલતદાર કયાં ઘરે જઈને ખરાઈ કરે છે. તે પણ અરજદારની વાત સાંભળી દાખલો આપે છે. આવક, આધારકાર્ડના દાખલા, કે મરણના દાખલામાં કોઈ આકસ્મિક મૃત્યું છે કે અપમૃત્યુ છે કે સામાન્ય મૃત્યુ છે તે મતદારને દાખલો લખી લેશે પાછળથી ખબર પડે કે આતો અપમૃત્યુ હતુ તો એલીગેશન કોર્પોરેટરપર કરવામાં આવે. કાંતો તંત્રએ એવું નકકી કરવું પડે કે કોર્પોરેટરના દાખલા ચલાવવામાં આવશે નહી પાછળથી કોર્પોરેટરને બદનામ કરવામાં આવશે તો આ બાબત વ્યાજબી થતી નથી મૃત્યુના દાખલામાં હમણાં જ અમારા કોર્પોરેટર સાથે બન્યું હતુ. કે અરજદાર આવી કહ્યું કે ભાઈનું મૃત્યુ થયું છે. દાખલો લખી દયો તેથી લખી આપ્યું બીજા વ્યકિતએ પાછળથી જણાવ્યું હતુ કે જે વ્યકિત મૃત્યુ પામી છે તેને આપઘાત કર્યો છે. તેને ત્યાં પોલીસ આવી છે. તેથી કોર્પોરેટરને તે વ્યકિતને પાછો બોલાવી દાખલો લીધો. તેને ખ્યાલ આવતા દાખલો પાછો લઈ લીધો તેનું એલીગેશન કોર્પોરેટર પર કરવામાં આવે છે કોર્પોરટર દરેકના ઘરે જવાના નથી. આ પરિસ્થિતિમાં દાખલા બંધ કરવા જોઈએ અને ડોકટરના સર્ટીફીકેટ ચલાવવા જોઈએ દરેક વસ્તુનો ફાયદો ગેરફાયદો હોઈ જ છે. ફાયદો થાય ત્યારે જોતું નથી પરંતુ જો ગેરફાયદો થયો હોય તો કોર્પોરેટર પર તંત્ર હાવી થશે. આ સ્થિતિમાં કોર્પોરેટરને બંને બાજુ સમસ્યા છે. તેમને કરવાનું શું હાલના તબકકે ફેરફારની એ જરૂરત છે કે કોર્પોરેટરએ દાખલો આપ્યો હોય તો તંત્રએ વેરીફાઈ કરવું જોઈએ સાચી વાત છે કે ખોટી.

દાખલાનો કોઈ ગેરઉપયોગ થતો નથી: બાબુભાઈ આહિર (વોર્ડનં.૧)

Vlcsnap 2020 11 09 09H39M21S536

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૧ના કોર્પોરેટર વોટર વર્કસ કમીટી ચેરમેન બાબભાઈ આહિરએ જણાવ્યું હતુ કે કોર્પોરેટરતરીકે અમે આવકનો દાખલો કોઈ મરણ પામ્યું હોય તે પણ ૬૦ વર્ષથી વધુની ઉંમર હોય તેનો કાઢી આપીએ તેમાં પણ અમે તેમને ઓળખતા હોય તે વોર્ડના કયાં વિસ્તારમાંથી આવેલ છે.તેની તપાસ માટે બુથવાલી ઈન્ચાર્જનો ફોન કરી તપાસ કર્યા બાદ જ અમે દાખલો કાઢી શકીએ. ઉપરાંત કોઈ લોન લેવાની હોય જેમકે આત્મનિર્ભર લોનમા પણ અમે ઓળખતા હોયત અમે લેટર લખી આપીએ. વિસ્તારમાં કોઈ નવા રહેવાસી આવે અને કૂપનમાં સરનામું ફેરફાર કરવાનું હોય તો ઓળખાણનો દાખલો આપીએ છીએ. હું છેલ્લા પંદર વર્ષથી વોર્ડ નં.૧માં ચૂંટાઈને આવું છું આજદિવસ સુધી મેં સહી કરેલઆપેલ દાખલાનો ગેરઉપયોગ થયો નથી કે પૈસા લઈને કયારેય દાખલો કાઢી આપેલ નથી અને કોઈ વ્યકિતએ ખોટી રીતે લાભ લીધેલ નથી હું મારા જ વોર્ડનાં વિસ્તારના લોકોનો જ દાખલો કાઢી આપું છું અને મને મારા વોર્ડના લોકો માટેની જ સત્તા આપવામાં આવી છે.

મૃત્યુનું કારણ ચકાસ્યા બાદ જ મરણનાં દાખલા આપીએ છીએ: સિમ્મીબેન જાદવ (વોર્ડ નં.૪)

Vlcsnap 2020 11 09 09H20M14S629

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૪ના કોર્પોરેટર શિમ્મીબેન જાદવએ જણાવ્યું હતુ કે કોર્પોરેટર આવકનાં દાખલા, મરણના દાખલા તેમજ ઓળખના દાખલા કાઢી શકે છે. તેમાં પણ મરણનાં દાખલામાં ૬૦ વર્ષની વધુની ઉંમરના વ્યકિત બિમાર હોય અને મૃત્યુ પામેલ હોય તોતેની ખરાઈ કરી કેવી રીતે વ્યકિતનું મૃત્યુ થયું ત્યારબાદ મરણનો દાખલો આપીએ છીએ ઓળખનો દાખલો અમારા વિસ્તારના લોકોને ઓળખીએ છીએ. તેને ચાલચલન યોગ્ય છે. તેની ઓળખાણ સાથે તેને ઓળખનો દાખલો આપીએ છીએ. જે વ્યકિતની આવક ૪૮,૦૦૦થી ઉપરની હોય તો આવકનો દાખલો આપીએ છીએ. આવકના દાખલાની એ મર્યાદા છે કે અમે સહી સિકકા કરી આપીએ છીએ. તેને હાથોહાથ આપવામા આવે છે. અમે બીજી વ્યકિત મારફતે આપતા નથી તેમનું વેરીફીકેશન કર્યા બાદ જ દાખલા આપીએ છીએ.

સચોટ પુરાવાની ખરાઈ વિના કોઈ પ્રકારનો દાખલો આપવામાં આવતો નથી: અરવિંદ રૈયાણી (વોર્ડ નં.૫)

Vlcsnap 2020 11 09 09H20M23S614

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૫ કોર્પોરેટર અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતુ કે હું છેલ્લા દસ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવું છું આવકના દાખલાની લોકોને જરૂરીયાત હોય તો અલગ અલગ જગ્યાએ ઉપયોગમા આવતું હોય ઉદાહરણ તરીકે મા અમૃતમ યોજના કાર્ડમાં પહેલા કોર્પોરેટરનો આવકનો દાખલો જોડવામા આવે. ત્યારબાદ મામલતદારનો ફોટાવાળો જોડવામાં આવે. ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના કોઈ વ્યકિત મૃત્યુ પામ્યા હોય તો સરકારનાં નિયમ મુજબ કોર્પોરેટર કાઢી આપતા હોઈ વ્યકિતને કોઈનાના મોટા સુધારા કરવાનાં હોય તો ત્યાંથી કહેવામા આવે કોર્પોરેટર અથવા ધારાસભ્યનું લખાણ લઈ આવો તો કરી આપે. કોર્પોરેટર ધારાસભ્યની ઓફીસે વિસ્તારમાંથી લોકો આવતા હોય અમે તેની પાસે આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ઢ આધાર પૂરાવા માટે માંગતા હોય જેથી ખ્યાલ આવે કયાં વિસ્તારમાંથી આવે છે.કર્યું કામ છે તેમાં તે દાખલાનો ઉપયોગ કરશે એવું બનતું નથી કે એક સાથે કાર્યકર્તાને વધુ દાખલા આપવામાં આવે તે કાઢી આપે. કાર્યકર્તા જે તે વ્યકિતને સાથે લઈને આવે ને અમે કાઢી આપતા હોય છીએ અમે જાણકારી વગર દાખલા આપતા નથી.

જે તે વોર્ડના કોર્પોરેટર દાખલો કાઢી આપે તેવો આગ્રહ રાખીએ: દલસુખ જાગાણી વોર્ડ નં.૬ (નેતા ભાજપ પક્ષ)

Vlcsnap 2020 11 09 13H57M38S539

અબતક સાથેની વાતચિત દરમિયાન નેતા વોર્ડ નં.૬ના કોર્પોરેટર દલસુખભાઈ જાગાણીએ જણાવ્યું હતુ કે અમોને ત્રણ પ્રકારનાં દાખલામાં સહી સીકકા કરવાની સત્તા છે. આવકનો દાખલો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી આપીએ છીએ. પરંતુ કોરોના કાળમા મારી સહી કરેલા આવકના જ દાખલા રાખીએ જે લોકો આવે તેને કાઢી આપીએ તેમની પૂરી ખરાઈ કરીએ તે જાણીતા છે. ઓળખીતા હોય કાર્યકર્તાનાં જાણીતા વોર્ડ, ના વગેરેનું તપાસ બાદ કાઢી આપીએ. મને ૧૮ વોર્ડમાથી કોઈપણ વ્યંકિત આવે તેને દાખલા કાઢી આપવાની સત્તા છે.પરંતુ બને ત્યાં સુધી જે તે વોર્ડના કોર્પોરેટર દાખલા કાઢી આપે તેવો આગ્રહ રાખીએ છીએ આધાર કાર્ડ માટે સહી સીકકા કરવામાઆવે પરંતુ તે જાણીતા હોય અને તેમની પાસે પૂરા આધાર પૂરાવા હોય તો જ કરી આપીએ બાદ આધાર પૂરાવા શું જોશે તેની માહિતી આપી પૂરા આધાર પૂરાવા લઈ આવવા જણાવી અને તે લઈ આવે તો કાઢીઆપીએ બાકી નહી.

પદાધિકારીઓ રાજકોટના દરેક વ્યકિતના પૂરાવા તપાસ્યા બાદ દાખલા કાઢી આપે છે: મેયર બિનાબેન આચાર્ય (વોર્ડ નં.૧૦)

Vlcsnap 2020 11 09 13H57M17S057

અબતક સાથેની વાતચિત દરમિયાન મેયર વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતુકે કોર્પોરેટર તરીકે આવકના દાખલા, ઓળખના દાખલા અને મરણના દાખલા કાઢી આપવામાં આવે છે. જેમાં આધારકાર્ડમાં કોર્પોરેટરનાં સહી સીકકાની જરૂરત હોય, વાત્સ્લયકાર્ડ કઢાવવામાં આવકના દાખલાની જરૂરત હોય મરણના દાખલામાં સરકારની જોગવાઈ મુજબ ૬૦ વર્ષથી ઉપરની ઉંમરનાં વ્યકિતની કુદરતી રીતે મૃત્યુ થયું હોય તો કોર્પોરેટર દાખલો કાઢી આપતા હોય છે જે તે વોર્ડના કોર્પોરેટર પોતાના વિસ્તારનાં રહેવાસીઓને ઓળખના આધારે કાઢી આપતા હોય પદાધિકારીઓ પૂરા રાજકોટમાંથી કોઈ વ્યકિત આવે તો પૂરાવાની ચકાસણી કર્યા બાદ કાઢી આપતા હોય છે.

રીટર્ન ફાઈલ કરનારાઓને આવકના દાખલા આપી શકાય નહી: જાગૃતિબેન ઘાડીયા (વોર્ડ નં.૮)

Vlcsnap 2020 11 09 09H20M29S733

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૮ના કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયાએ જણાવ્યું હતુ કે અમે આવકના દાખલા, મરણના દાખલા અને ઓળખના દાખલા કાઢી આપીએ છીએ. આવકના દાખલાના ફાયદાએ છે કે કોઈપણ વ્યકિતને અનામતનો લાભ લેવો હોય તો ઓછી આવક હોય તો તેઓ લાભ લઈ શકે છે. ગેરફાયદા એ છે કે કોઈપણ રિટર્ન ફાઈલ કરતા હોય તો પકડાઈ જવાની ભૂમિકા ભજવે છે. અમે દાખલા કાઢી આપતી વખતે પૂર્ણત: ખરાઈ કરીએ છીએ ખરેખર આવકના દાખલાની જરૂરત છે તેને કાઢી આપીએ છીએ.

૬૦ વર્ષથી વધુ ઉંમર અને કુદરતી રીતે મૃત્યુ થયું હોય તેને જ મરણનો દાખલો કાઢી આપીએ: રૂપાબેન શીલુ (વોર્ડ નં.૯)

Vlcsnap 2020 11 09 13H57M28S847

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૯ કોર્પોરેટર રૂપાબેન શીલુએ જણાવ્યું હતુ કે વોર્ડના જનપ્રતિનિધિએ સરકારની જે યોજના છે જેમકે મા અમૃતમ કાર્ડ આધાર કાર્ડમાં સહી સીકકા શિક્ષણ વિભાગમાં આવકના દાખલાની જરૂરત પડે. મરણ દાખલામાં તેમાં પણ કુદરતી મૃત્યુ થયું હોય અને ૬૦ વર્ષથી ઉપરની ઉંમર હોય તેની અમે પૂરાવા માગી ખરાઈ કર્યા બાદ મરણનો દાખલો કાઢી આપતા હોય છીએ. જેની કુદરતી મૃત્યુ ન થયું હોય તેવા કિસ્સામાં કાઢી આપતા નથી. મારી પાસે જે કોઈ વ્યકિત દાખલા માટે આવે તો તેનું આધાર કાર્ડ શેના માટે જરૂરી છે.તેના પૂરાવાની ચકાસણી કરીને આપું છું.

વોર્ડના વિસ્તારવાસીઓના પૂરાવા તપાસી દાખલા આપવામાં આવે: શિલ્પાબેન જાવીયા (વોર્ડ નં.૯)

Vlcsnap 2020 11 09 12H53M21S253

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૯ના કોર્પોરેટર શિલ્પાબેન જાવીયાએ જણાવ્યું હતુ કે અમે આવકનો દાખલો મરણનો દાખલો, ઓળખનો દાખલો વોર્ડના સ્થાનીક લોકોને કાઢી આપીએ છીએ મારી પાસે કોઈ વોર્ડનાં સ્થાનિક વ્યકિત આવે તો તેના ડોકયુમેન્ટની ખરાઈ કર્યા બાદજ દાખલો કાઢી આપવામાં આવે છે સરકારની જોગવાઈ મુજબ મરણનો દાખલો ૬૦ વર્ષથી વધુના ઉંમરની કોઈ વ્યકિત અવસાન પામ્યા હોય તો તેનો કાઢી શકીએ પરંતુ તેમાંપ ણ અમે ડોકટરનું લખાણ તેમનું આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટની ચકાસણી કર્યાબાદ જ કાઢી આપીએ છીએ તેનાથી નાની ઉંમરનાનો અમે દાખલો કાઢી આપતા નથી. અમે પોતાના જ વોર્ડના રહીશોને દાખલાઓ કાઢી આપીએ છીએ.

જે તે વોર્ડના કોર્પોરેટર જ તેમના વિસ્તારનાં રહેવાસીઓના દાખલા કાઢી શકે: જયોત્સનાબેન ટીલાળા (વોર્ડ નં.૧૦)

Vlcsnap 2020 11 09 09H37M47S469

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ડ્રેનેજ કમીટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ જણાવ્યું હતુ કે કોર્પોરેટર તરીકે અમે ત્રણ પ્રકારનાં દાખલા કાઢી શકીએ છીએ. આવકનો દાખલો જેની જરૂરીયાત શિક્ષણ વિભાગમાં હોય અમૃતમ, વાત્સ્લય કાર્ડમાં જરૂરીયાત હોય ઉપરાંત ઘણા વિભાગ જેમકે આઈ.ટી. વિભાગમાં રીટર્ન ફાઈલ કરવાની હોય આવક દર્શાવવાની હોય ત્યારે આવકના દાખલાની જરૂરીયાત હોય તેથી કાઢી આપીએ મરણનાં દાખલા અમે ૬૦ વર્ષથી વધુની ઉંમર હોય તે મૃત્યુ પામે તો ખરાઈ કર્યા બાદ કાઢી આપીએ છીએ કોઈને બેંકમાં પાન કાર્ડમાં જરૂરત હોય તો લેટરપેડ પર લખી આપતા હોય. કોઈને આત્મનિર્ભર લોન કોઈ યોજનાનો લાભ લેવાનો હોય તો તેને કોર્પોરેટરનાલેટર પેડ પર લખાણ જરૂરી હોય તો અમે કરી આપતા હોઈ છીએ અમને અમારા વોર્ડ ના રહેવાસીઓ માટે જ દાખલા કાઢી આપવાની સત્તા છે. કયારેક કોઈ જાણીતા હોય તો અમે તેને જે તે વોર્ડના કોર્પોરેટરસાથે વાતચીત કરાવીને જે તે વોર્ડનાકોર્પોરેટર પાસે મોકલીએ છીએ.

પુરાવાની ચકાસણીની ખરાઈ કરવાની જવાબદારી અમારી: નિતીન રામાણી (વોર્ડ નં.૧૩)

Vlcsnap 2020 11 09 09H21M14S557

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નિતિન રામાણીએ જણાવ્યુંં હતુ કે આવકનો દાખલો ઓળખનો દાખલો અને મરણનો દાખલો કાઢી આપતો હોય આવકના દાખલાની તમામ લોકોને જરૂર પડતીય કવાર્ટર લેવું હોય મા અમૃતમકાર્ડ, બીપીએલ કાર્ડમાં જરૂર હોય તેમાં અમે કાઢી આપતા હોય અમે ૬૦ વર્ષની ઉપરની ઉંમરના વ્યકિત જે મૃત્યુ પામ્યા હોય તેના ડોકયુમેન્ટની ખરાઈ કર્યા બાદ દાખલો કાઢી આપતા હોય અમારા કાર્યકર ઓફીસે આવ્યા હોય તે જે તે વ્યકિત ઓળખતા હોય તો તેના વિશ્ર્વાસે અમે કરી આપતા હોય.

તમામ પુરાવાની ખરાઈ કર્યા બાદ જ દાખલાઓ કાઢી આપવામાં આવે: સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ (વોર્ડનં.૧૪)

Vlcsnap 2020 11 09 09H38M16S941

અબતક સાથેની વાતચિત દરમિયાન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન વોર્ડ નં.૧૪ કોર્પોરેટર ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતુ કે સરકારએ કરેલ જોગવાઈ મુજબ ઓળખનો દાખલો, સ્થાનીક વોર્ડમાં કોઈ વૃધ્ધ માણસ મરણ પામેલ હોયતો તે માટેનો દાખલો, સરકારી સ્કુલમાં જે બાળક ભણતું હોય તેની શિષ્યવૃત્તી માટેની આવકના દાખલા કોર્પોરેટર કાઢી આપતા હોય. જે તે કોર્પોરેટર વિસ્તારનાં લોકો સાથે સતત સંપર્કમાં હોય તેમને ઓળખતા હોય. અથવા કોઈની ઓળખાણ લઈન, આવ્યા હોય. તો તેની ખરાઈ કર્યાબાદ દાખલા કાઢી આપવામાં આવે છે. અમારી પાસે જે કોઈ વ્યકિત દાખલો કઢાવવા માટે આવે તો તેમનું આધારકાર્ડ માંગીએ તેથી ખ્યાલ આવે કે તે વિસ્તારનો છે. અમૂક વખતે એવા બનાવો બનતા હોય છે કે વિશ્ર્વાસમાં આવી આપેલ હોય અને કોઈએ ગેર ઉપયોગ કર્યો હોય કે ગેરરીતિ આચરી હોય તેની જે કાંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તો તંત્ર ફરિયાદી પાસે લેવડાવે છે. કોર્પોરેટર પોતોની સ્થાનીક વોર્ડમાંથી જ કાઢી શકે પરંતુ પદાધિકારી જેમ કે મેયર, ડે. મેયર સ્ટેન્ડીંગ ચેરમેન ધારાસભ્ય તે દાખલો આપી શકે છે.

દાખલા કાઢી ન આપીએ તો પ્રજા મત ન આપે: વશરામ સાગઠીયા (વોર્ડ નં.૧૫)

Vlcsnap 2020 11 09 09H20M07S756

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૧૫ કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતુ કે સરકારી નિયમો મુજબ જે તે વોર્ડના કોર્પોરેટર દ્વારા આવકનો દાખલો ઓળખનો દાખલો કાઢી આપવામાં આવે. જેમાં મામલતદાર દ્વારા જે આવકનો દાખલો આપવામાં આવે તેમાં સરકારીનિયમ મુજબ જે તે વોર્ડના કોર્પોરેટરની ઓળખ આપવા તેની આવક આટલી છે તે કોર્પોરેટરના દાખલા પરથી મામલતદાર દાખલો કાઢી આપતા હોય છે. સરકારના નિયમો મુજબ ૬૦ વર્ષથી ઉપરનાં વ્યકિતનું મૃત્યુ થાય તો કોર્પોરેટરનો દાખલો ચાલે તે પણ કુદરતી રીતે મૃત્યુ પામ્યો હોય તો જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તો ચાલે નહી જાતીનો દાખલો કોર્પોરેટરનો ચાલે નહીં. જાતીનો દાખલો સમાજ કલ્યાણ વિભાગનો જ ચાલે. કોઈ પણ વ્યકિતને આવકનો દાખલો જોતો હોય તો સરકારના નીતિ નિયમ મુજબની આવકની મર્યાદામા હોય તો જ કોર્પોરેટર દાખલો કાઢી આપતા હોય ઈન્કમટેકસ ભરતા હોય તો તેમાં આવકના દાખલાની જરૂરત હોતી નથી. જે કોઈ દાખલા ન આપે તો કોર્પોરેટર વિસ્તારમાં મત લેવા જઈ શકતા નથી. કોંગ્રેસની કાર્યાલય અને ભાજપની કાર્યાલયમાંથી પણ દાખલા મળી જતા હોય છે. જો તે દાખલો ન આપે તો મત લેવા હોય તો લોક્તેને જવાબ આપતા નથી સરકારે બનાવેલ નિયમોમાં લોકો સુધી તેમને સરળતા રહે તેવા નિયમો બનાવવા જોઈએ. અમૂક નિયમો લોકોને નડતર રૂપ છે. તેમાં સુધારા કરવાની જરૂરત છે.

આવકના દાખલા માટે લોકોને નાણા ખર્ચવા ન પડે તે માટે અમે સતત પ્રયત્નશીલ: નિર્મળ મારૂ (વોર્ડ નં. ૧૮)

Vlcsnap 2020 11 09 09H20M47S487

અબતક સાથેની વાતચિત દરમિયાન વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર નિર્મળભાઈ મારૂએ જણાવ્યું હતુ કે અમારે ત્યાં વિસ્તારવાસીઓ આવકના દાખલા માટે આવે મામલતદારમાં આવકનો દાખલો કઢાવવાનો હોય તો પહેલા કોર્પોરેટરનો દાખલો માન્ય હોય. કોર્પોરેટર દાખલો ફ્રી મા કાઢી આપતા હોય છે. તે રૂપીયા લઈ દાખલો કાઢી આપતા હોતા નથી. જાતીનો દાખલો અમે કાઢી શકતા નથી પહેલા કોઈ વ્યકિત મૃત્યુ પામી હોય તો દાખલો કાઢી આપતા હતા પરંતુ હવે સરકારના નિયમ મુજબ ૬૦ વર્ષથી વધુઉંમરના વ્યકિત મૃત્યુ પામ્યા હોય તેનું અમે ડોકટર સર્ટીફીકેટ તેનો કોઈ આધાર પૂરાવો લીધા બાદ આપવામાં આવે છે. આવકના દાખલાની જરૂરત ઘણી જગ્યાએ હોય તેથી જેતે વિસ્તારમાં જ અમારી ઓફીસ હોય ત્યાં આવીને અમે તેમને રૂબરૂ કાઢી આપતા હોય અમે વિસ્તારવાસીઓને ઓળખતા હોય તેમને જ દાખલા કાઢી આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.