હળવદના પ્રા. આરોગ્ય કેન્દ્રને જિલ્લા પંચાયત દ્વારા ફોગીંગ મશીન અર્પણ

63

સાપકડા, રણમલપુર, મયુરનગર, માથક અને ટીકર ગામના આરોગ્ય કેન્દ્રને મશીન અપાયા

હળવદ તાલુકાના વિવિધ છ ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જીલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ડેન્ગ્યુ જેવી બીમારી સામે  અટકાયતી પગલાં લઈ શકે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ફોગીંગ મશીન જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા જેનો સાપકડા અને રણમલપુર થી પ્રારંભ કરાયો હતો.

મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ડેન્ગ્યુ મેલેરીયા જેવા રોગોને અટકાવવા માટે ફોગિંગ મશીન અર્પણ કરવામાં આવ્યા છે જેમાં હળવદ તાલુકામાં આવેલ સાપકડા, રણમલપુર, જુનાદેવળીયા, મયુરનગર,ટીકર અને માથક ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફોગિંગ મશીન અર્પણ કરાયા છે ત્યારે હળવદ તાલુકાના સાપકડા અને રણમલપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના હસ્તે ફોગીંગગ મશીન અર્પણ કરી પ્રારંભ કરાયો હતો આ તકે રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કારોબારી અધ્યક્ષ હેમાંગ ભાઈ રાવલ તાલુકા, પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન ભટ્ટી તેમજ મેડીકલ ઓફિસર અને મેડિકલ ઓફિસર સહિત નવ હાજર રહ્યા હતા.

  • ફોગીંગ મશીન થી મચ્છર જન્ય રોગ સામે રક્ષણ મેળવી શકાશે : હેલ્થ ઓફીસર

અત્યાર સુધી હળવદ તાલુકામાં માત્ર એક જ ફોગિંગ મશીન હોવાને કારણે ઘણી વખત મચ્છરજન્ય રોગચાળો માથુ ઊચકે ત્યારે ફોગીંગ કરવામાં બહુ જ દોડધામ કરવી પડતી હતી પરંતુ હાલ જિલ્લા પંચાયત દ્વારા તાલુકાના છ એ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ફોગીંગગ મશીન અર્પણ કરાતા મચ્છરજન્ય રોગચાળો માથુ ઊંચકે તો તેના પર મહદ અંશે ફોગીંગ કરી સફળતા મળશે  ડેન્ગ્યૂથી માડી મોટાભાગનો રોગચાળો મચ્છરોને કારણે થતો હોય છે જેથી છ ફોગિંગ મશીન મળવાને કારણે મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખી શકાશે તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું.

Loading...