Abtak Media Google News

શીખર તુટતા ઈંડુ નીચે પડયુ: મોટી જાનહાની ટળી

હળવદના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજના જોરદાર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો જોકે તાલુકાના મહાવીર નગર (નવા માથક) ગામે આવેલ શંકર ભગવાનના મંદિર પર વીજળી ત્રાટકતા મંદિરના શિખરમાં ટાડા પડીગયા છે જયારે મંદિરનું ઈંડું તૂટી પડયું છે જ્યારે અન્ય કોઈ નુકસાન ન થયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે

હળવદ તાલુકાના કડીયાણા, માથક, સુખપર,ભલગામડા સહિતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજના જોરદાર વીજળીના કડાકા-ભડાકા ખાતે વરસાદી માહોલ છવાયો હતો ત્યારે હળવદ તાલુકાના મહાવીર નગર (નવા માથક) ગામે આવેલ શંકર ભગવાનના મંદિર પર વીજળી ત્રાટકી હતી

આ વીજળી પડવાને કારણે મંદિરના શિખર ના ભાગમાં ટાડા પડી ગયા હતા જ્યારે મંદિર નું ઈંડું તૂટી પડયું હોવાનું જાણવા મળ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી અસહ ઉકળાટ બાદ હળવદના અમુક ગ્રામ્ય વિસ્તારમાં  ગત મોડી સાંજે વરસાદ પડ્યો હતો જ્યારે હળવદ શહેર અને ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં માત્ર છાંટા જ પડયા હોવાનું જાણવા મળે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.