જામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ

જામનગરમાં ગઇકાલે બપોરબાદ વિજળીના કડાકા સાથે વરસાદ આવ્યો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર   જામનગરમાં સાંજે ૪ વાગ્યા બાદ ભારે પવન અને વિજળી સાથે મેઘ મહેર થય હતી. જામનગર અને ગ્રામ્ય મથકોમાં પણ મેઘ મહેર થઇ હતી. જામનગર શહેરમાં  સાંજે ૪ થી ૬ ની વચ્ચે ૨૮ મીમી., જામજોધપુરમા ૩૨ મીમી, જોડિયામાં ૩૦ મીમી, ધ્રોલમાં ૧૩ મીમી, અને લાલપુરમાં ૩૦ મીમી, વરસાદ નોંધાયો છે, અત્રે નોંધનીય છે કે જામનગર માં આ વર્ષે દર વર્ષ કરતાં વધુ પડતો વરસાદ પડતાં અને ગઈ કાલે ભારે પવન અને વીજળી સાથે વરસાદ થતાં અનેક જગ્યા એ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ના કારણે નુકશાન પણ થયું છે.

તો બીજી તરફ ભાદરવા મહિના માં વરસાદ થતાં ધરતી પુત્રો માં ભારે ચિંતા ની લાગણી જોવા મળી છે. વધુ પડતાં વરસાદ થી ગ્રામ્ય પંથકો માં ખેડૂતો માં પાક ને નુકશાન થવાની ભીતિ જોવા મળી છે.

તો બીજી તરફ જામનગરના નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતા વરસાદ પડતની સાથે જ રોડ રસ્તા માં પણ પાણી પાણી થય ગયું હતું અને લોકો ખાડા ટેકરા વાળા રસ્તાઓ પર લોકો પાણી ભરાવાને કારણે પરેશાન થયા હતા.

Loading...