Abtak Media Google News

૧૦ ટકા સુધી વધારો રહે તેવી ધારણાથી બહારી વીજળી ખરીદવી પડે તેવી શકયતા

ગત વર્ષ કરતા ૩૦૦ કરોડનું ભારણ સરકાર પર રહેશે

રાજયમાં જળસંકટ તોળાઈ રહ્યું છે. સરકાર આ સંકટને ખાળવા પ્રયત્નશીલ છે. ત્યારે અધુરામાં પૂરું વીજકાપની મોકાણ પણ સામે આવીને ઉભી રહી છે. ઉનાળામાં વીજળીની માંગમાં ધરખમ વધારો જોવા મળશે. પરિણામે સરકારને બહારી વીજળી ખરીદવી પડે તેવી શકયતા છે.

સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રાજયમાં વીજ માંગ અત્યારી જ વધવા લાગી છે. શિયાળો પૂર્ણ વાના આરે છે. કોલસા આધારીત પાવર પ્લાન્યની કેપેસીટી ૩ મેગા વોટની અને ગેસ આધારીત પાવર પ્લાન્ટની કેપેસીટી ૫૦૦૦ મેગા વોટની છે. દરમિયાન સરકાર ૪૦૦ મેગાવોટ પાવર બહારી ખરીદે છે. ગત વર્ષે વીજ માંગ ૧૫૫૭૦ મેગાવોટ હતી. જયારે અત્યારે વીજ માંગ ૧૧૮૦૦ મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. ગત વર્ષની સરખામણીએ હવે વીજ માંગમાં ૫ થી ૧૦ ટકાનો વધારો શે તેવી શકયતા છે.

વધુમાં મળતી વિગત મુજબ નર્મદા ડેમના કેચમેન્ટ એરીયામાં વરસાદ ઓછો પડયો હોવાના કારણે રાજયમાં ઉનાળા દરમિયાન લોકોને પુરતુ પાણી નહીં મળે. સરકારે ખેડૂતો અને ઉદ્યોગોને પાણી ઓછુ આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત ખેડૂતોને ઉનાળુ પાકી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. જો કે જળનું સંકટ ખાળવા નર્મદામાંથી વધારે પાણી મળશે તેવી આશા છે. નર્મદા કંટ્રોલ ઓોરીટીએ આ મામલે સહમતી દર્શાવી છે. પરંતુ જળસંકટ તો તોળાઈ જ રહ્યું છે.

બીજી તરફ હવે વીજ માંગમાં પણ વધારો તા સરકારની મુશ્કેલીઓ વધી છે. દર વર્ષની સરખામણીએ ઉનાળામાં વીજ માંગમાં ૭ થી ૧૦ ટકાનો ઉછાળો જોવા મળશે તેવી ધારણા સરકારની છે. અહીં ઉલ્લેખનીય છે કે, હાઈડ્રો આધારિત તમામ પાવર પ્લાન્ટ ઉનાળા દરમિયાન બંધ રહે છે માટે સોલાર અને પવન ઉર્જા ઉત્પાદન કરવું મહત્વનું છે. પરંતુ માંગ ઉંચી રહેતા વીજળી અન્ય સ્ળેી ખરીદવી પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજય સરકારને રૂ.૧૨૦૦ કરોડની વીજળી બહારી ખરીદવી પડી હતી જે આગામી વર્ષે ૧૫૦૦ કરોડ સુધી પહોંચી જાય તેવી ધારણા છે. વીજ માંગ વધવાની સો સરકારી ઉર્જા ઉત્પાદનના સાધનો વધારવા જરૂરી છે. હાલ તો આવા સાધનનું પ્રમાણ ઓછુ અને માંગ વધુ છે. પરિણામે બહારી મોંઘા ભાવે વીજળી ખરીદવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.