સૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સાયલામાં અઢી ઇંચ, ધારીમાં બે ઇંચ, મૂળી- માળિયા મિયાણા- હળવદમાં દોઢ ઇંચ, જામનગર-લખપત-કલ્યાણપુર-ચોટીલા-વઢવાણ-પડધરી-રાજકોટમાં અડધાથી એક ઇંચ વરસાદ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૧ તાલુકામાં નોંધાયો વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા ૪ દિવસથી મુકામ કર્યો છે. છેલ્લા ૪ દિવસથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. તેવામાં મેઘરાજા હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસવાના હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના સાયલામાં અઢી ઇંચ, અમરેલીના        ધારીમાં બે ઇંચ, સુરેન્દ્રનગરના મૂળીમાંદોઢ ઈંચ, મોરબીનામાળીયામાં      દોઢ ઇંચ, મોરબીના હળવદમાં દોઢ ઇંચ, જામનગરમાં એક ઇંચ તેમજ કચ્છ  ના લખપત, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, સુરેન્દ્રનગરના ચોટીલામાં, ભાવનગરના    જેસર   માં, વઢવાણ, પડધરી, રાજકોટ, દ્રારકા, ભચાઉ, બાબરા, પાટણ, મોરબી, લાલપુર, સાવરકુંડલા, માંગરોળ, સુરત, ભુજ, ધ્રોલ, રાણાવાવ, જૂનાગઢ, ડભોઇ, વલ્લભીપુર અને વ્યારામાં ઝાપટા નોંધાયા છે.

રાજ્યમાં કુલ-૧૬૮ જળાશય હાઇ એલર્ટ ઉ૫ર, ૧૦ જળાશય એલર્ટ તથા ૯ જળાશય વોર્નિંગ ઉપર આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર,દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. જોકે ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૩૧ તાલુકામાં અડધાથી ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધુ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ અમરેલી, મોરબી, જામનગર, કચ્છ, રાજકોટ, ભાવનગર, સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦થી બપોરના ૪ સુધી ૫ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૬ મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૬ મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી તા.૧૫/૦૯/૨૦૨૦ અંતિત ૧૦૫૧.૨૨ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧મીમીની સરખામણીએ ૧૨૬.૫૦ % છે.

ચાલુ વર્ષે ૮૫.૮૩ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર

બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.૧૪/૦૯/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૫.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૮૫.૨૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૧.૧૦ ટકા વાવેતર થયુ છે.

રાજ્યના ૨૦૫ જળાશયોમાં ૯૦.૫૧ ટકા જળસંગ્રહ થયો

સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં ૩,૨૬,૧૨૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૭.૬૨ ટકા છે. રાજ્યનાં ૨૦૫ જળાશયોમાં કુલ જળસંગ્રહ ૯૦.૫૧ ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૧૬૮ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૧૦ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-૦૯ જળાશય છે.

Loading...