રાજયમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ચોમાસાની વિદાયના અંતમાં મેધરાજા ફરી વરસ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો પ્રેશર અરબ સાગરમાં ઉદ્ભવતા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદનું ઝાપટું આવ્યું છે. ઓચિંતા વરસાદે જગતામની ચિંતામાં ફરી વધારો કર્યો છે તો હજુ આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વિજળીના કડાંકા અને પવનની સાથે વરસાદ વરસવાથી મીની વાવાઝોડું આવે તેવી શક્યતા યછે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત પર મેઘાવી માહોલ જામે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. છોટા ઉદપુર, નર્મદા, તાપી, ડોગ, નવસારી, વલાસડ તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.

ગત બે દિવસથી સૌરાષ્ટ્-કચ્છ સહિત સમગ્ર રાજયમાં મેધાવી માહોલ જોવા મળી રહ્યો છે. તેનાથી વાતાવરણમાં ઠંડકતો પ્રસરી છે પણ આ ઓચિંતા વરસાદે ખેડૂતોના ચિતા વધારી છે. હવામાન વિભાગના ક્ષેત્રિય ડાયરેકટર જયંત સરકારે આ અંગે જણાવ્યુ કે, ગત વર્ષ ૨૦૧૯માં પણ ઓકટોમ્બર માસ દરમિયાન વરસાદ વરસ્યો હતો આ વર્ષ પણ આવી જ પરિસ્થિતિ સર્જાઇ છે.

Loading...