મુંબઈમાં ગ્રીડ ફેલ, કોલબા, બાંદ્રા અને થાણે સહિતના વિસ્તારોમાં લાઈટ ગુલ

સમસ્યાના કારણે ૩૬૯ મેગાવોટનું વીજ વિતરણ થંભી ગયું, લોકલને પણ અસર

મુંબઈ મહાનગર વિસ્તારમાં ગ્રીડ ફેલ થતા લોકોને હાલાકી પડી છે. મુંબઇ ટાઉનશીપમાં વીજ પુરવઠો કરતી કંપની બેસ્ટએ કહ્યું કે પાવર સપ્લાય પ્લાન્ટના કારણે ગ્રીડ ફેલ થઈ છે. મુંબઈના પૂર્વ, પશ્ચિમ, પરા અને થાણેના ભાગોમાં વીજળી ગઈ છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઈટ ગઈ હોવાથી લોકલ ટ્રેનને પણ અસર થઈ છે. કોલબા, બાંદ્રા, થાણે સહિતના વિસ્તારોમાં વીજળી ગઈ છે.  વીજ પ્લાન્ટનો ગ્રીડ ફેલ થતા સમસ્યા ઉભી થઇ છે. સવારના ૧૦ વાગ્યાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સમસ્યાના કારણે ૩૬૯ મેગાવોટનું વીજ વિતરણ થંભી ગયું હતું. મુંબઈ જેવા મોટા શહેરમાં ગ્રીડ ફેલ થવાના કારણે લાખો લોકો ઉપર અસર થઈ છે. પૂર્વ, પશ્ચિમ, મુંબઇના પરા અને થાણેના ભાગોમાં અસર ગઈ હતી.

Loading...