Abtak Media Google News

આ પ્રતિબંધથી મુશ્કેલી સર્જાશે, અનેકની રોજગારી છીનવાશે

ખાધતેલોનાં જૂના ડબ્બાના ઉપયોગ પરનો પ્રતિબંધ ઉઠાવવા સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીએશને માગણી કરી છે. સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને એક આવેદનપત્ર આપી જણાવ્યું છે કે હાલમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે એક નિયમ બહાર પાઠયો છે જે અનુસાર કોઇપણ પ્રકારના ખાદ્યતેલ જૂના ડબામાં (એકવાર વપરાય ચૂકેલ ડબા) ભરવા પ્રતિબંધ લગાવ્યો છે. આ એક બહુ જૂનો તેમજ બિનવ્યવહારૂ નિયમ છે. અત્યારે આ જૂના ડબામાં તેલની ખરીદી મહદ અંશે હોટલો, રેસ્ટોરન્ટ, નમકીન ફરસાણ બનાવનાર કંદોઇ વગેરે મોટા વપરાશ કારો જ કરતાં હોય છે. અને તેઓનો તેલનો વપરાશ બહુ જ મોટો હોય આ ડબ્બાઓ તુરત્ન જ વપરાશમાં લેવાતા હોય તેને કારણે કોઇ આરોગ્ય પ્રત્યે હાનિકારક રીચેક આવે તેવું શકય નથી. તેમજ તેલ ભરવા માટે જે ખાલી નવા ડબા બને છે તે પણ કડક દ્વારા ધોરણા મુજબ બનતા હોય, તેનું કોટીંગ ખલાસ થઇ જાય અને હાનિકારક તત્વ સાથે તેલનો સંપર્ક થાય તેવી શકયતા નહિવત છે.

અત્યારે જે ઘર વપરાશ માટે તેલો ભરાય છે ને ખરીદાય છે તેતો નવા ડબ્બામાંજ ખરીદાય છે. સીંગતેલ, સુર્યમુખી, મકાઇ, મસ્ટર્ડ જેવા પિમીયમ તેલનો નવો ડબા કે પેકિંગમાં જ ઉપલબ્ધ જૂના ડબા વપરાય છે. તેમાં પણ ક્રમશ: નવા ડબાનો ઉપયોગ વધતો જાય છે. માટે આવા બિન વ્યવહારૂ નિયમોનો કડક અમલ થાય તે યોગ્ય નથી.

બીજુ નવા ડબા બનાવવા વપરાતી સનપ્લેટસ સમગ્ર દેશમાં માત્ર ત્રણથી ચાર કંપનીઓજ ઉત્પાદન કરે છે તેથી આવા નિયમોથી આ સનપ્લેટસ સમગ્ર અછત સર્જાય અને ભાવ વધારો થાય તે શકયતા પૂરેપુરી છે. તદઉપરાંત સનપ્લેટસ માંથી ખાલી નવા ડબ્બા બનાવનાર ફેકટરી પણ હજુ એટલી બધી અસ્તિત્વમાં નથી કે જેનાથી આપણી કુલમાંગ સંતોષાઇ શકે. આને કારણે ટીનેપ્લેસ્ટ ઉપરાંત ખાલી નવા ડબાની પણ અછત સર્જાય અને તેમાં મોટો ભાવ વધારો થાય તેવી પ્રબળ શકયતા રહી છે. આનો શીધોમાર આપણા ઉપભોકતા એટલે કે પ્રજા પર પડશે તેમ સોમાએ જણાવ્યું છે.

અત્યારે ખાલી નવા ડબાના ભાવ પ્રતિટીન રૂ.૭૦ આસપાસ છે જે આવા નિયમથી કદાચ રૂ.૧૦૦ પ્રતિટિન સુધી પહોંચી શકે છે. વપરાશકારને ઘરે જયારે નવો ડબો ખાલી થાય ત્યારે તેની રીસેલ વેલ્યુને કારણે ભંગારના વેપારી, ફેરિયાઓ ઘરેથી પ્રતિટીન રૂ.૨૦થી રૂ.૨૫ સુધી ખરીદી લે છે. જૂના ડબાના વેચાણ પર પ્રતિબંધને કારણે રીસલે વેપ્રિ ઘટી જતાં આ ટિનને કચરામાં ફેકી દેવા સિવાય કોઇ વિકલ્પ રહેશે નહીં તેનાથી વપરાશકારોને બેવડો માર પડશે. તેમજ આવા નાનાં ફરિયાઓ અને એ ડબ્બાને ધોઇ સાફ કરી વેચાણ કરનાર અનેક પરિવારોની રોજગારી છીનવાશે.

આવા તધલધી નિયમ ખાદ્યતેલ ઉદ્યોગને નુકશાન કે તકલીફ થશે તેના કરતા આમ પ્રજાની તકલીફ વધશે તેમજ ફેરિયાઓ જૂના ડબા વેચાણ, કરતા વેપારીઓ, સફાઇ કરનારા લોકો વગેરેની રોજગારી છીનવાતા અથંતંત્ર પર માર પડશે. અત્યારે રાજયમાં વર્ષે કરોડોની સંખ્યામાં ખાલીડબા વપરાતા હશે. રીસેલ વેલ્યુને કારણે તેમનું ડિસરણ સરળાથી ચાલતુ હતુ પણ હવે આ નિયમને કારણે આ ટીન્સ કચરામાં ફેકાશે જેના કારણે સ્થાનિક પ્રશાસનને વેષ્ટનો નિકાલ કરવા વિશેષ આયોજન કરવું પડશે.

આ નિયમ છેલ્લા સેકે વર્ષથી અમલમાં છે પણ તે ઘણો અવ્યવહારૂ હોય તેનો કયારેય કડકાઇથી અમલ થયો નથી. આ નિયમનો અમલ કરવાથી કોઇ ફાયદો નથી પણ તકલીફ અને નુકશાન ઘણાને છે. આ નિયમ ઘડવા પાછળ કોઇ વ્યાજબી લોજીક નથી. માત્ર સનપ્લેટ સપાઇ લાંબીના દુરાગ્રહને કારણે આ કાયદો ઘડવામાં આવ્યો છે તો તેનો કડક અમલ ન થાય તે મુજબની સૂચના આપવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.