જીવનનો સાર

ચાલી રહી આ જિંદગી,

વિસરાય રહી છે થોડી,

ક્યાક વિખૂટી પડી ક્ષણો,

ક્યાક સંબંધો પડયાં સરી,

જીવનની નથી કોઈ સૂચિ,

દરેક વ્યક્તિની છે પોતાની રુચિ,

કોઈ માટે નિષ્ફળતામાં સફળતા

કોઈ માટે નિરાશામાં આશા,

કોઈ માટે પરિચયમાં માનવતા,

કોઈ માટે લાગણીમાં પ્રેમ,

જીવન છે એક અનોખી સ્પર્ધા,

જેને જીતવી હોય સૌ કોઈને અહિયા,

જો ભળે તેમાં સ્મિત અને પ્રયત્નો સતત,

તો તે બનાવે જીવનને એકદમ ખાસ,

સાથે અપાવે સફળતા અને અનુભવોથી,

જીવનનો એક નવો સાર.

 

 

 

 

 

 

 

 

Loading...