‘જીવન કૌશલ્ય’ એટલે જીવન સુધારતું શિક્ષણ

90

જીવન કૌશલ્ય શિક્ષણ એટલે જીવનમાં આગળ વધવા માટે સફળ, સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથા સતત વિકાસશીલ રહેવા માટે જરૂ રી એવુ કૌશલ્ય, જીવન શૈલી સધારતું શિક્ષણ. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ યુવા વર્ગ માટે મુળભુત જીવન કૌશલ્યોની વ્યાખ્યા અને સંદર્ભ આપેલા છે. ૧. સ્વજાગૃતિ ૨. સમાનભુતિ-પરાનુભુતિ ૩. સમસ્યા ઉકેલ ૪.નિર્ણય શકિત ૫.અસરકારક પ્રત્યાપન ૬.આંતર માનવિય વ્યવહાર ૭.સર્જનાત્મક ચિંતન ૮.વિવેચનાત્મક ચિંતન ૯.સંવેગાનું ફુલન ૧૦.તણાવ અનુકુલન.

આ મુળ કૌશલ્યો, વ્યકિતના વિચારો, લાગણીઓ અને વર્તનનાં સંદર્ભે એકબીજા સાથે જોડાયેલા છે. આ કૌશલ્યો એક યા બીજી રીતે હસ્તગત થતા જ વ્યકિતત્વનો અને સામર્થ્યનો વિકાસ થાય છે. પરિણામે યુવા વર્ગનું જીવન ઉન્નત બને છે. આપણા મજબુત ભવિષ્યનો આધાર આપણી સક્ષમ યુવા પેઢી ઉપર છે. જીવન કૌશલ્યોનો અભિગમ યુવા વર્ગને તેમના જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા સક્ષમ કરે છે. જુદા-જુદા સમાજમાં કિશોર-કિશોરીઓ, યુવાનો અને યુવા વર્ગ એવો શબ્દ પ્રયોગ જુદી-જુદી વય જુથ માટે, તેમની ભૂમિકા અને જવાબદારીઓ બાબતે વપરાતો હોય છે.

સામાન્ય રીતે નીચેની વ્યાખ્યાનો બહુધા પ્રયોગ થતો હોય છે.

 •  તરૂણાવસ્થા (એડોલેસન્ટ) – ૧૦ થી ૧૯ વર્ષ
 • તરૂણાવસ્થાનો શરૂ આતનો ગાળો – ૧૦ થી ૧૪ વર્ષ
 • તરૂણાવસ્થાનો પાછળનો ગાળો – ૧૫ થી ૧૯ વર્ષ
 • યુવાન (યુથ) – ૧૫ થી ૨૪ વર્ષ
 • યુવા વર્ગ (યંગ પીપલ) – ૧૦ થી ૨૪ વર્ષ

આ વય જુથના સ્વાસ્થ્યસભર જીવનની પસંદગી કરે, પરિપકવ નિર્ણયો લે, મદદરૂપ બની શકે તેવા સંબંધો બાંધ, તંદુરસ્ત જીવન શૈલી અમલમાં મુકે, જોખમી જીવન પ્રણાલી અને તંદુરસ્તીને હાનિકારક વર્તણુકને ઓળખે એ જરૂ રી છે. યુવા વર્ગમાં સૌથી અગત્યની બાબતોમાં સ્વજાગૃતિની છે જેમાં તે પોતાની જાત, ચરિત્ર, શકિતઓ, મર્યાદાઓ કે નબળાઈ, ઈચ્છા-અભિલાષા કે અણગમતી બાબતો વિશેની સ્પષ્ટ જાણકારી મેળવીને પોતે સ્વની ઓળખ કરીને સ્વજાગૃત થાય તે જરૂરી છે.

આવી જ રીતે નિર્ણય શકિત જીવન કૌશલ્યો પણ સારી રીતે હસ્તગત કરવાથી કોઈ ઘટના પરિસ્થિતિ બાબત માટે શકય તેટલા પ્રાપ્ત વિકલ્પો અને તે માટે વિવિધ લેવાનારા નિર્ણયો અને આવનારી અસરો વિશે જાણે. સમસ્યા ઉકેલમાં યુવા વર્ગના જીવનમાં આવતા વિવિધ પડકારો, મુશ્કેલીમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પથી સમસ્યા ઉકેલે તેવો પરિપકવ હોવો જરૂ રી છે. આમા ગમે તેટલા અવરોધો આવે છતા તેમાંથી હકારાત્મક ઉકેલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ચોકકસ કાર્ય પઘ્ધતિને અનુસરે છે.

 • આટલુ ધ્યાનમાં રાખો
 • પહેલુ સુખ તે જાતે નર્યા. સ્વસ્થ શરીર અને વ્યકિતના જીવનની સૌથી પ્રથમ જરૂ રીયાત છે.
 • જીવન કૌશલ્ય શિક્ષણ અનુભવલક્ષી હોવું જરૂ રી છે.
 • વાંચેલા, સાંભળેલા અથવા જોઈને સમજેલા શિક્ષણ કરતા જાતે અનુભવેલા શિક્ષણની અસર માનવીના મગજ પર સૌથી વધારે રહે છે.
 • જીવન કૌશલ્ય શિક્ષણ પ્રાયોગિક શિક્ષણ વ્યવસ્થા દ્વારા આપવું જરૂ રી બને છે.
 • જીવન કૌશલ્ય શિક્ષણ એ માત્ર મુલ્યો અથવા સુવિચારોને ઠોકી બેસાડવાનું શિક્ષણ નથી.
 • જીવન કૌશલ્ય શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે જરૂરી કૌશલ્યોનું વિદ્યાર્થીઓના જીવનમાં વાસ્તવિક રીતે મંથન કરીને તેમની શકિતઓને જાગૃત કરે છે.
Loading...