Abtak Media Google News

માનવી માત્ર માટે આર્થિક સુરક્ષા તેમજ ભવિષ્યના આર્થિક આયોજન માટે અત્યંત જરુરી એવા જીવન વીમાની અનિવાર્યતા લોકોને સમજાવવા તેમજ જીવન વિમા અંગેની સાચી અને સચોટ માહીતી મળી રહે તેવા આશ્રયથી એલ.આઇ.સી. રાજકોટ વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ-કચ્છ વ્યાપી જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા પ્રચાર વાહનો સૌરાષ્ટ્ર-કચ્છ ના વિવિધ વિસ્તારમાં ફરીને જીવન વીમા અંગે માર્ગદર્શન આપશે અને જીવન વીમા અંગે જનજાગૃતિ ફેલાવશે.

તા. ૧લી માર્ચ થી શરુ કરાયેલા આ અભિયાન ૧પ માર્ચ ૨૦૧૯ સુધી ચાલશે. એલ.આઇ.સી. રાજકોટ વિભાગના સીનીયર ડીવીઝનલ મેનેજર ગોવિંદ અગરવાલે ૧લી માર્ચે રાજકોટ કચેરીના પ્રાંગણમા ફલેગ ઓફ આપીને વીમા જનજાગૃતિ અભિયાનના છ (૬) પ્રચાર વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે અગરવાલે જણાવેલકે પ્રીમીયમ સમયસર નહી ભરવાને કારણે બંધ પડેલી વીમા પોલીસીઓ પુન: ચાલુ કરાવવા માટેની રિવાઇવલ ઝુંબેશ હાલમાં ચાલુ છે તેમાં ચડત પ્રીમીયમના વ્યાજમાં આકર્ષક વળતર આપવામાં આવે છે. એલ આઇ સીની પાકતી પોલીસીના નાણા વિમા ધારકો ને સમયસર મળી રહે તેમજ પ્રીમીયમ  ભરવાના સંદેશ મોબાઇલ દ્વારા મળી રહે તે માટે તમામ વિમા ધારકો ને તેમના બેન્ક ખાતાઓની માહીતી તથા મોબાઇલ નંબરની નોંધણી એલ આઇ સીની શાખાઓમાં કરાવી લેવા પણ અગરવાલે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.