Abtak Media Google News

ત્રણ વર્ષ પૂર્વ રૂપિયાના મામલે કુહાડીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું તું

જેતપુર તાલુકાના દેવકી ગાલોર ગામના યુવાને ત્રણ વર્ષ પૂર્વે ગામની સીમમાં મજુરી કામ કરતા બે આદિવાસી મજુરોને ઉછીના આપેલા પૈસા પરત માંગતા બંને આદિવાસી મજુરો દ્વારા કુહાડો અને કોદાળીથી હુમલો કરી હતયા નીપજાવાના કેઇસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંનેને દસ હજારનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી હતી.

દેવકી ગાલોર ગામે રહેતા પ્રકાશ  ચનાભાઇ પરમાર નામનો યુવકે ગામની સીમમાં ખેત મજુરી કામ કરતા શૈલેષ પારસીંગ ભાભોર અને વાલુ કિડિયાભાો ભાભોરને હાથ ઉછીના ઓગણીસો રૂપિયા આપેલ હોય તે પરત લેવા માટે ગામમાં જ રહેતા પોતાના મિત્ર હિંમતભાઇ કાંતિભાઇ બગડા સાથે પોતાનું મોટર સાયકલ લઇને બંનેને જણાવેલ કે હાલ મારે પૈસાની જરુરીયાત હોય જેથી મે આપેલ ઉછીના પૈસા પાછા આપો એટલું  કહેતા જ શૈલેષે કુહાડો  અને વાલુએ કોદાળી કાઢીને પ્રકાશ પર તૂટી જ પડતા હિંમતભાઇ પોતાનો જીવ બચાવવા ત્યાંથી નાશી ગયેલ અને પ્રકાશના ભાઇ ચેતનને ફોન કરીને બોલાવેલ અને સધળી હકીકત જણાવેલ જેથી તેઓ બંને આદિવાસી મજુર જે વાડીએ મજુરી કામ કરતા હતા ત્યાં જતા પ્રકાશ લોહી લુહાણ હાલતમાં મૃત અવસ્થામાં પડયો હતો તે પણ ગુમ હતો.

જેથી હિંમતે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આદિવાસી મજુરો સામે ૧૪-૧૨-૨૦૧૫ ના રોજ હત્યાની ફરીયાદ નોંધાવી હત. જે ગુન્હાનો કેઇસ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કેતનભાઇ પંડયાની દલીલોને આધારે સેસન્સ જજ જયેશ ઠકકરે બંને મજુરોને દસ હજાર રૂપીયાનો દંડ અને સખત આજીવન કેદની સજા ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.