Abtak Media Google News

Table of Contents

અકસ્માત બિમારી સમયે દર્દી અને દર્દીના સગા વાલા ઈશ્ર્વર ખુદા પાસે દુઆ માંગે છે જીવન-મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે પરંતુ જ્યારે બિમારને પડ્યા હોય ત્યારે દર્દી માટે તો ઈશ્ર્વરની ભૂમિકામાં જ રહે છે. નર્સિંગનો વ્યવસાય માનવતાનો વ્યવસાય છે. જ્યાં દર્દી ગમે તેવી સ્થિતિમાં હોય સેવા કરવા તત્પર રહે છે આવા વ્યવસાયમાં ટેરેસા સીમાચિન્હરૂપ ઉદાહરણ છે. હવે તો દરેક શહેરમાં હજારો મધર ટેરેસા સમાન નર્સ સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

દેશ માટે હંમેશા વોરિયર બની સેવા આપવા હરહંમેશ તૈયાર: સરલા નાયર સુપ્રિટેન્ડન્ટ સિનર્જી હોસ્પિટલ

Vlcsnap 2020 11 24 11H22M27S284

સીનર્જી હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ સરલા નાયર એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૩ વર્ષથી હું આ વ્યવસાય સાથે જોડાયેલો છું નર્સિંગ અભ્યાસ સમયથી અમને સમાજ પ્રત્યેની હંમેશા સેવા આપવાની જ પ્રતિજ્ઞા લેવડાવામાં આવે છે હું પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા નર્સિંગ માં કરી ત્યારબાદ આ ફિલ્ડમાં પગ જમાવીયા છે અમારા શરૂવાત ના સમય માં મેલ નર્સ ની ભરતીની તક ખૂબ ઓછી જોવામડતી હતી હાલ મેલ નર્સ પણ આ વ્યવસાય સાથે જોડાય ગયા છે દેશ માટે જીજાન લગાવી દેવાની અને સેવા આપવાની અમને સોનેરી તક મળી છે જે અમારા નર્સિંગ સ્ટાફ માટેની ગર્વની વાત છે અને ખૂબ જ મહત્વનો આ પ્રોફેશન બની ગયો છે દર્દી સાથે હંમેશા સારું વર્તન કરવું એ અમારી નૈતિક ફરજ રહે છે તેની સાથે પારિવારિક માહોલ પણ અમે આપી છીએ એમને ઘણી વાર એવું થતું હોય છે કે માત્ર દવા આપવી કે તેની સાર સંભાળ લેવી એટલું જ નહીં પણ  તેનું કાઉન્સલીંગ પણ અમે કરતા હોય છે જે માનસિક રીતે દર્દીને ખૂબ જ જરૂરી હોય છે સાથે  તેમના સગા સંબંધીઓ ને પણ અમે આવું જ વર્તન આપીએ છી દર્દી અને તેના સગા સંબંધીઓ આવા સમયે ખૂબ જ તકલીફ અનુભવતા હોયછે કે પછી માનસિક રીતે સ્ટ્રેસ અનુભવતા હોય ત્યારે અમે એમની પડખે ઉભા રહી અને મોરલ સપોર્ટ આપી છે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું  આ વ્યવસાય સાથે જોડાવા મળ્યું અમારી પણ દરેક સલામતી અને સાવચેતી તકેદારી ઓ સીનર્જી હોસ્પિટલ દ્વારા લેવામાં આવે છે જેનો હું ખુબ આભાર વ્યક્ત કરું છું મારા સહકર્મચારીઓને પણ ધન્યવાદ કરું છું કે કોવિડ-૧૯ જેવી પરિસ્થિતિમાં પણ તેઓ ખડે પગે સમાજને સેવા આપી રહ્યા છે અમે દરેક અમારા કર્મચારીઓને ટ્રેનિંગ આપી હંમેશા સેવા માટે સજ્જ રાખીએ છીએ.

દર્દીની સેવામાં હંમેશા ખડેપગે સિનર્જી નર્સિંગ સ્ટાફ નીતિનભાઈ કોડડિયા સુપરવાઈઝર સિનર્જી હોસ્પિટલ

Vlcsnap 2020 11 24 11H22M32S730 1

સીનર્જી હોસ્પિટલ નર્સિંગ સુપરવાઇઝર નીતિનભાઈ કોટડીયા અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આજે મેલ અને ફીમેલ બંને નર્સિંગ સ્ટાફ ની કામગીરી સરખી અને સરાહનીય છે અમારી શરૂઆતના સમયમાં મેલ સ્ટાફ જૂજ પ્રમાણમાં આ વ્યવસાય સાથે જોડાતા હતા જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મને પણ ઘણા એ કીધું કે આ વ્યવસાયમાં શું કરીશ પણ આજે મને ગર્વ છે કે સમાજમાં એક વોરિયર તરીકે અમારી ઓળખ ઊભી થઈ છે નર્સિંગ સ્ટાફ એ માત્ર દર્દી સાથે તેની સાર સંભાળ નહીં પરંતુ તેને પરિવારની લાગણી નો હુંફ આપવાનું કામ કરે છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઉંમરલાયક વ્યક્તિઓનું આખું દિનચર્યાનું જે કામ હોય છે તે નર્સિંગ સ્ટાફ દ્વારા જ કરવામાં આવતું હોય છે ત્યારે સ્ટાફને પણ તેના દીકરા હોય એવું દર્દી સાથે નું લાગણીભર્યું વાતાવરણ મળી રહેતું હોય છે સામાન્ય રીતે આ કોર્સ ૧૦ધોરણ પછી પણ થતો હોય છે અને સાથે સારી એવી આજીવિકા પણ મેળવી શકો છો સમાજ માટે પણ તમે ખૂબ સારું કામ આપી રહ્યા છો સેવા આપતા રહો છો મને જણાવતા ગર્વ થાય છે કે કોવિડ સેન્ટરમાં જ્યારે મારી નિમણૂક કરવામાં આવી અને ફરજનિષ્ઠા સાથે કામગીરી કરી દરેક દર્દીઓની સેવા કરી અને અમારું નર્સિંગ ધર્મ નિભાવ્યું મેલ નર્સિંગ સ્ટાફ નું મૂવિંગ માટે નું ઘણું મહત્વ હોય છે દર્દીની ફેરબદલી કરવા સમયે તેને ઉપાડવાની અને આઘુ પાછુ કરવાની પણ જવાબદારી ખૂબ સારી રીતના નિભાવતા હોય છે કોવિડ જેવી પરિસ્થિતિ માં આજે દર્દીના સગા સંબંધીઓને આવા મળતું નથી ત્યારે માત્ર નર્સિંગ સ્ટાફ જ એવું કે જે દર્દી સાથેનો વાત્સલ્ય અને વાતચીતનો સંવાદ બનતું હોય છે દર્દી  સારવાર લીધા બાદ ઘરે જતા સમયે અમને પોતાના પરિવારના સદસ્ય બનાવીને જ જતા હોય છે સમાજની માટે હંમેશા અમે આગેકૂચ લાઈવ કાર્યરત રહેશે ઈમરજન્સી સમયની વાત કરું તો અમારી માટે દર્દીની પ્રાથમિક સારવાર પહેલા હોય પ્રથમ રહેતી હોય છે ત્યારબાદ ડોક્ટર આવી અને નિદાન શરૂ કરે છે ડોક્ટર અને દર્દી બંનેની વચ્ચે નું માધ્યમ અત્યારે નર્સિંગ સ્ટાફ બન્યું છે ડોક્ટર કહેવાય કે હોસ્પિટલનું બફિશક્ષ છે તો નર્સિંગ સ્ટાફ એ હોસ્પિટલનું હાર્ટ ગણવામાં આવે છે ઘણીવાર એવું બનતું હોય છે કે દર્દી સાથે ન આવતા સગા સબંધીઓ તકલીફ ના કારણે ગુસ્સે થતા હોય છે પણ અમે એ પણ હળવાફૂલ ની જેમ સાંભળી લઈ છી હોસ્પિટલ દ્વારા પણ તમામ નર્સિંગ સ્ટાફ નું કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે સેન્ટર પર કામ કરતાં દરેક નર્સિંગ સ્ટાફને ાશભસશિં માં ગ્લોઝ

એપ્રોન હેર સ્ટેપ આ બધું જ પહેરાવ્યા બાદ જ સર્વિસ પર મોકલવામાં આવે છે તેમજ જનરલ વોર્ડમાં કામ કરતા દરેક નર્સિંગ સ્ટાફને તેમની સલામતી ની દરેક વસ્તુઓ પહેરાવી ત્યારબાદ તેમની સર વિશે સર્વિસ પર મોકલવામાં આવતા હોય છે આજે સમાજને નર્સિંગ સ્ટાફ પ્રત્યે જે ગર્વ છે એને અમે તમારુ ભાગ્ય સમજે છે

માનવીય સેવાને સાર્થક બનાવી રાખવુ એ જ અમારો ધર્મ: શ્રીજી સુજે નર્સીગ સુપ્રિન્ટેન્ડન્ટ (ક્રાઇસ્ટ હોસ્પિટલ)

Vlcsnap 2020 11 24 11H17M40S044

ક્રાઇસ્ટ હોસ્૫િટલના નસીંગ સુપ્રીન્ટેન્ડેડ શ્રીજી સુજે એ અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે નસીંગ એક એવુ પ્રોફેશન છે જેમા ડોકટર કરતા વધારે સ્ટાફ દ્વારા દર્દીની સંભાળ રાખવામાં આવે છે. દર્દી જયારે હોસ્પિટલમા આવે ત્યારે દવાથી લઇને ખાવા પીવા સુધીની બધી બાબતોનુ ધ્યાન નર્સ રાખે છે જેવી હાલત મા દર્દી આવ્યા હોય તેનાથી વધારે સારી હાલત મા તેમને ઘરે મોકલવામા આવે છે. આ ઉપરાંત ટ્રેનીંગ દરમિયાન પ્રેકટીકલ થીયરી અને અસાઇમેન્ટ લખવાના પણ હોય છે. અને કયાંય ને કયાંક ભૂલ ન થાય તેવી કાળજી પણ રાખવામાં આવે છે અલગ અલગ કોર્સ મુજબ ઇન્ટેનશીપનો સમય હોય છે ટ્રેનીંગ પછી જયારે નોકરી ચાલુ થાય ત્યારે ઘણીવાર નાની મોટી ભૂલ થતી હોય છે ત્યારે સીનીયર દ્વારા અમને શીખડાવવામા આવે છે. ડોકટશ જયારે દર્દીને દવા આપે પછી તે દવા દર્દી ઉ૫ર આડઅસર નથી કરતી ને કે દર્દી પોતાના સંબંધીઓ વગર રહેતા હોય છે હોસ્પિટલમા તે દરમિયાન કોઇ મુશ્કેલી નથી થતી તે બધુ કામ નસીંગ સ્ટાફનુ હોય છે. ઇમરજન્સી સમયે પહેલા તો દર્દીને કંઇ જ થાય નહી તે જોવાનુ હોય છે. ત્યારે દવાથી લઇને બધી બાબતોનુ ખાસ ધ્યાન આપવામા આવે છે. ક્રાઇસ્ટ હોસ્૫િટલ માજે કોઇ દર્દી આવે તેને સારી સારવાર આપી અને સાજા થઇને ઘરે મોકલવા તે જ અમારો ધ્યેય છે ઘણીવાર દર્દી માનસીક રીતે નબળો પડી જાય છે. અને ગુસ્સે થઇ જાય છે છતા અમે સમજીએ છીએ કે તે અત્યારે સારી હાલત મા નથી અને અમે તેવા દર્દીઓનુ જરા પણ ખોટુ લગાડતા નથી કોરોનના સમયગાળામા પણ અમે દર્દીઓને સારી રીતે સમજીએ છીએ અને સારી સારવાર આપીએ છીએ અમારો ધ્યેય એ જ છે કે તે લોકો અહીથી ખુશી ખુશી જાય અને અમને હંમેશા યાદ કરે અને કોરોના દર્દીઓ માટે પણ અલગ જ અંદર આવા અને વછાના રસ્તા છે અને અલગ જ ડીપાર્ટમેન્ટ મા અને પીપીઇ કીટ સાથે તેમને સારવાર આપવામાં આવે છે.

ક્રાઇસ્ટના વોરિયર અને હોસ્પિટલના પાયા સમાન નર્સિંગ સ્ટાફ: જોય મેકવાન (પી.આર.ઓ.ક્રાઇસ્ટ હોસ્પિટલ)

Vlcsnap 2020 11 24 11H18M03S625

ક્રાઇસ્ટ હોસ્૫િટલના પીઆરઓ જોય મેકવાનએ અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે આજે આ કોરોનાની પરિસ્થિતીમા ડોકટર અને એડમીનની કામગીરી સાથે નસીંગની કામગીરી પણ ખૂબ મહત્વની છે ડોકટર દર્દીની તપાસ કરીને ચાલ્યા જાય છે પછી દર્દીની સંભાળ રાખવાનો જે કામ છે તે નસીંગ સ્ટાફ કરે છે ડોકટરના સૂચવ્યા મુજબ દદર્સને ઇન્જેકશન આપવા અને દર્દીને જમવાથી લઇને દવા સુધીનુ કામ નસીંગ સ્ટાફનુ હોય છે દર્દીના સગા સંબંધીઓની જેમ જ નસીંગ સ્ટાફ ભળી જાય છે અને ઘર જેવું વર્તન કરીને દર્દીને સાજા કરે છે નર્સીગ સ્ટાફને કીટ અને માસ્ક સીવાય ફરજ બજાવતા સમયે ગરમ પાણીની સુવિધા પણ અમે કરી આપીએ છીએ અને સ્ટાફની તબીયત ન બગડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

આ ઉપરાંત સ્ટાફને રહેવા માટે પણ અલગ સુવિધા અમે કરી આપી છે જે બાર કલાક સુધી કામ કરે તો તેમની તબીયત ખરાબ થાય તેથી અમે છ કલાકનો સમય નકકી કર્યો છે.

નર્સિંગ વ્યવસાય એ અમારૂ ગર્વ: રામભાઇ (નર્સિંગ સ્ટાફ ક્રાઇસ્ટ હોસ્પિટલ)

Vlcsnap 2020 11 24 11H17M48S546

ક્રાઇસ્ટ હોસ્પિટલના રામભાઇએ અબતક મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે ૧૫ વર્ષનો મને નસીંગનો અનુભવ છે અને છેલ્લા આઠ મહિનાથી કોવિડ મા કામ કરુ છુ દર્દીને દવા ટાઇમ સર આપવી તેની સંભાળ રાખવી જેવા કામ હુ કરુ છુ ખાસ કરી ને ઇમરજન્સી સમયે શુ કરવુ તેની ટ્રેનીંગ આપવામા આવે છે હું છુલ્લા ૬ વર્ષથી ક્રાઇસ્ટ હોસ્પિટઇમા ફરજ બજાવું છે.

માતૃ વાત્સલ્યનું પ્રતિક એટલે નર્સિંગ: ડો.પ્રફુલ્લ ધારાણી (સ્ટર્લિંગ હોસ્પિટલ)

Vlcsnap 2020 11 24 11H23M12S722

સ્ટર્લિંગ હોસ્પિટલના ચીફ મેડીકલ એડમીનીસ્ટ્રેટર ડો.પ્રફુલ ધારાણીએ ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોરોના, કેન્સર કે બીજા કોઈપણ રોગના નિવારણમાં ડોકટર પછી મહત્વનો ભાગ નર્સીંગ ભજવે છે. દર્દી સાથે સૌથી વધારે સમય કાઢનાર પણ નર્સીંગ સ્ટાફ જ છે. દર્દીમાં જો પેરામીટર બદલે કે દવા આપવાની હોય, હિમ્મત આપવાનું કામ બધુ જ નર્સીંગ સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે. આઈસીયુમાં દર્દીના કોઈ પરિવારજનો હોતા નથી. ત્યારે નર્સીંગ સ્ટાફ પોતાના હાથે દર્દીને જમાડતું હોય છે અને તેની કાળજી રાખતા હોય છે. દર્દી વેન્ટીલેટર કે મોનીટરીંગ ઉપર હોય ત્યારે નર્સીંગ સ્ટાફ સતત તેમની આસપાસ રહે છે. લોકોને એટલી જ અપીલ છે કે દર્દી નર્સીંગ સ્ટાફને પોતાના પરિવાર માને કેમ કે નર્સીંગ   પોતાના પરિવારનો ભાગ માનીને જ સારવાર કરતો હોય છે.

કારકિર્દી સાથે જન સેવાનો સંગમ: પ્રવિણાબેન મીઠાપરા (ક્રાઇસ્ટ હોસ્પિટલ)

Vlcsnap 2020 11 24 11H17M53S708

ક્રાઇસ્ટ હોસ્ટિલના કોવિડ વિભાગમા ફરજ બજાવતા પ્રવીણાએ અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે આઠ મહીનાથી કોવિડમા ફરજ બજાવુ છુ અને પાંચ્ વર્ષનો મને નસીંગનો અનુભવ છે કોવિડના દર્દી એકલા જ હોય છે તેથી તેમને સમજાવવા પડે કે ડરવાની જરૂર નથી અને ધ્યાન રાખવુ જરૂરી છે અને પીપીઇ કીટ અને માસ્ક હોસ્પિટલ તરફથી જ અમને મળે છે.

કોરોના વોરિયરનું બિરૂદ એજ અમારી સફળ કારકિર્દી અવની તૈરયા (સુપ્રિન્ટેન્ડન્ટ) (સ્ટર્લિંગ હોસ્પિટલ)

Vlcsnap 2020 11 24 11H23M18S826

ર્સ્ટલીંગ હોસ્પિટલનાં સુપર વાઈઝર તેરૈયા અવનીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું ૧૧ વર્ષથી આ ફીલ્ડમાં છું પેલા સોસાયટી નર્સીંગ સ્ટાફની નજરે ન જોતી જયારે અત્યારે હું ગર્વથી કહી શકું છું કે હું એક નર્સ છું અત્યારે જે કોરોના પોઝીટીવ દર્દીની સારવાર ચાલે છે તે જોઈને અમને ખુશી છે. કે અમે નર્સ છીએ.

કોરોનાના દર્દીની નજીક તેમના પરિવારજનોને પણ જવાની છૂટ નથી હોતી ત્યારે નર્સીંગ સ્ટાફ તેમના પરિવારની જેમ તેની સાથે રહી તેની સારવાર કરે છે.

સમાજના આરોગ્ય અને સ્વાસ્થયનું કવચ નર્સિંગ નરેન્દ્રભાઈ સીણોજીયા (એમ.ડી) (અર્પિત કોલેજ)

Vlcsnap 2020 11 24 11H16M38S674 Copy

અર્પીત કોલેજનાં મેનેજીંગ ડાયરેકટર નરેન્દ્રભાઈ સીણોજીયાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નર્સીંગની માત્ર દિવસે ને દિવસે વધી રહી છે. ને ડોકટરને દર્દીનો મગજ કહીએ તો નર્સીંગ દર્દીનો હૃય છે. મેડીકલ નોલેજ તમામ નર્સીંગ સ્ટાફ પાસે હોય છે. નર્સીંગ કોર્સમા ગાયનેકોલોજીસ્ટ, સાયકાટ્રીસ જેવા તમામ વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓને પ્રેકટીકલ કરાવ્યાપછી અલગ અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે.જેથી તેમને અલગ અલગ રોગનાંદર્દીઓ સાથે કામ કરવાનો અનુભવ મળી શકે ૧૦ ધોરણ પાસ પછી નર્સીંગ માટે એએનએમ કોર્સ છે. જયારે ૧૨ ધોરણમાં આર્ટસ કે કોમર્સ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે જીએનએમ કોર્સ કરાવવામાં આવે છે. આ ખૂબ વિશાલ ફિલ્ડ છે અને ખૂબ સરળ છે.

શિક્ષણમાં શ્રેષ્ઠ અને સેવામાં સર્વશ્રેષ્ઠ નર્સિંગ ફીલ્ડ: જલ્પા મકવાણા (ટીચર) અર્પિત કોલેજ

Vlcsnap 2020 11 24 11H17M14S678 Copy

અર્પીત કોલેજના શીક્ષક જલ્પા મકવાણાએ અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે અત્યારે અમારી કોલેજમા એ.એન. એમ.જી.એન.એમ અને બી.એસ.સી. નસીંગ કોર્સ થાય છે ૧૨ કોમર્સ વિદ્યાર્થી માટે થોડુ અઘરુ હોય છે પણ જેમ જેમ પ્રેફટીસ કરે તેમ સહેલુ થતુ જાય છે હોસ્પિટલમા દર્દીનો બેડ કઇ રીતે રાખવાનો છે તેની પોઝીશન કેવી રાખવી અને દવા આપવી જેવી બધી જવાબદારી નસીંગ સ્ટાફની હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.