Abtak Media Google News

એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ લી.ના સૌપ્રથમ મહિલા સીઈઓ અને એમડી તરીકેની સફળયાત્રા

સુનીતા શર્માની લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર તરીકે વરણી કરવામાં આવી છે. દિલ્હી યુનિવર્સિટીના સાયન્સના અનુસ્નાતક સુનીતા શર્મા ડીરેકટ ઓફિસર તરીકે એલ.આઈ.સી.માં જોડાયા હતા. સુનીતા શર્માએ ઈન્વેસ્ટમેન્ટસ, માર્કેટિંગ, પર્સોનેલ સહિતના વિભાગના પડકારોને સુપેરે ઝીલીને બતાવ્યા છે. એલ.આઈ.સી.માં તેમણે ટીમ લીડર તરીકે ૩ દાયકાની કારકિર્દી દરમ્યાન વિવિધ વિભાગોમાં ઉતમ નેતૃત્વ પુરુ પડેલ છે. એલ.આઈ.સી. હાઉસીંગ ફાયનાન્સ લી.માં તેઓ સૌ પ્રથમ મહિલા સી.ઈ.ઓ અને મેનેજીંગ ડીરેકટર હતા. આંકડાકીય રીતે જોવામાં આવે તો કંપનીએ તે સમય દરમ્યાન ૧૦,૦૦૦ કરોડની વિક્રમજનક આવક મેળવી હતી. તેમના સમય દરમ્યાન જ એલ.આઈ.સી. ફાઈનાન્સનું શેર બજારમાં માર્કેટ કેપિટલાઈઝેશન ૩૦૦ ટકા વધી ગયું હતું જે ઓલ ટાઈમ હાઈ હતું.

૨૦૦૮ થી ૨૦૧૨ દરમ્યાન એકઝીકયુટીવ ડીરેકટર તરીકે પેન્શન અને જૂથ વીમામાં તેઓ કાર્યભાર સંભાળતા હતા ત્યારે માત્ર ૪ વર્ષના સમયગાળામાં પ્રીમિયમની આવક ૧૦૫૪૯ કરોડથી વધીને ૪૬૦૦૦ કરોડે પહોંચી ગઈ હતી. સુનિતા શર્મા એલઆઈસી ચીફ પર્સોનેલ હતા ત્યારે તેમણે એચઆર સ્ટ્રેટેજીને વેગ આપ્યો હતો. રીજયોનલ મેનેજર ઈસ્ટર્ન ઝોન અને નોર્થન ઝોનમાં ન્યુ બિઝનેસમાં તેમણે નવા શિખરો સર કર્યા હતા.

સુનીતા શર્માને આઈ.ઈ.એસ. ન્યુ દિલ્હી દ્વારા ડીસેમ્બર ૨૦૧૩માં, ‘ઉધોગરત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તેમને સન ૨૦૧૭માં રો દ્વારા એશિયા પેસેફિક એન્ટરપ્રીન્યોરશીપ એવોર્ડ એનાયત થયો હતો. ભારતના ટોપ ૪૦ સી.ઈ.ઓ.માં બિઝનેશ ટુડેએ તેમને માનભેર સ્થાન આપ્યું હતું.  સુનીતા શર્માએ એલ.આઈ.સી. હાઉસીંગ ફાયનાન્સને એક નવી જ ઓળખ આપી હતી. ફોર્બ્સ દ્વારા ભારતની ૫૦ સુપર કંપનીમાં એલઆઈસી એચએફએલનો સમાવેશ કરવામાં આવ્યો હતો માત્ર એટલું જ નહીં એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સને રો દ્વારા ત્રીજીવાર બેસ્ટ બ્રાન્ડ ૨૦૧૬ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું. સુનીતા શર્મા વિવિધ કંપનીઓમાં બોર્ડ મેમ્બર છે. જેમાં એલઆઈસી એસેટ મેનેજમેન્ટ, એલઆઈસી નુમુરા મ્યુ.ફંડ એસેટ મેનેજમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો તથા નેશનલ સ્ટોક એકસચેંજનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.