Abtak Media Google News

અંતે ‘અનનેચરલ સેક્સ’ને આઝાદી!!!

કલમ ૩૭૭માંથી મુકત થયા બાદ એલજીબીટીકયુને સમાજની સ્વીકૃતિ મળશે ?

સમલીંગી સંબંધો અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એલજીબીટીકયુને (લેસ્બીયન, ગે, બાય સેકસ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, કવીર) કલમ ૩૭૭ના દાયરામાંથી મુક્તિ અપાઈ છે. ભારતીય દંડ સંહિતા આઈપીસી ધારા ૩૭૭ મુજબ કોઈ પણ વ્યક્તિ અન્ય સ્ત્રી-પુરૂષ અથવા પશુઓ સાથે પ્રકૃતિ વિરોધી સંબંધો બનાવશે તો તેને અપરાધ માનવામાં આવશે. આ કલમ મુજબ જો એડલ્ટ બન્ને તરફી મંજૂરી, ઈચ્છાથી સમલીંગી સંબંધો બનાવે તો તેને કાયદાનો ભંગ ગણવામાં આવે છે ત્યારે સમલીંગી સબંધોને કલમ ૩૭૭માંથી મુક્તિ આપવામાં આવી છે તેથી ગે સેકસ, અન-નેચરલ સેકસને આઝાદી મળશે.

કાનૂની કાર્યવાહીમાંથી તો એલજીબીટી મુકત થશે પણ સમાજની માનસીકતા બદલાવી મુશ્કેલ છે. કોર્ટના દાયરામાંથી આઝાદી મેળવ્યા બાદ ગે-સેકસને સમાજની સ્વીકૃતિ ન મળતા આ તલવાર સરકારના ગળે લટકશે. ૨૦૧૩ની સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો કો પણ કાનૂન મૌલિક અધિકારો વિરુધ્ધ હોય તો સરકાર તેને રદ્દ કરે તેવી રાહ જોઈ શકાય નહીં. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની આગેવાનીની સંવેધાનીક બેંચે કહ્યું હતું કે, તેઓ ધારા ૩૭૭નાં નિયમોનું ઉલ્લંઘન નહીં પણ તેની રક્ષા કરી રહ્યાં છે ત્યારે વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, એલબીજીબીટીકયુના મૌલિક અધિકારો સુરક્ષીત હોવા જોઈએ. તેના જીવન અને સ્વચ્છતાના અધિકારો છીનવવા પણ યોગ્ય નથી ધારા ૩૭૭ને કારણે સમલીંગી, ગે સેકસને સામાજીક પડકારોનો સામનો કરવો પડે છે.


૨૦૧૩ના આ નિર્ણયથી ભારતનો એક વર્ગ ધૃણાં ભોગવી રહ્યું છે ત્યારે અંતે આજે અન-નેચરલ સેકસને આઝાદી મળતા એલજીબીટીકયુ વર્ગે રાહતનો શ્વાસ લીધો છે.

એલબીજીટીકયુ આજે પણ સમાજનો એવો હિસ્સો છે જેને કયારેય તેના અધિકારો અને સમાજની સ્વીકૃતિ મળી નથી. આ વર્ગની મહિલાઓનું મતદાનમાં સૌથી ઓછુ પ્રમાણ જોવા મળે છે. આ કમ્યુનિટીને સામાજીક લાભોમાંથી વંચિત રખાય છે. બંધારણના નિયમો અને ધારા-ધોરણો મુજબ સુપ્રીમ કોર્ટે સેકસને કલમ ૩૭૭માંથી મુકત કરવાની આઝાદી આપ્યા બાદ પણ સામાજીક સ્વીકૃતીનો સવાલ અડીખમ રહે છે ત્યારે હવે સમાજ અને એલજીબીટીકયુનું ઘર્ષણ વધતા સરકાર માટે આકરી પરિસ્થિતિ ઉભી થવાની શકયતાઓ વધી રહી છે તો બીજી તરફ એલજીબીટીકયુને પણ મૌલિક અધિકારો, જીવનનો હક અને સ્વચ્છતાના અધિકારો આપવા અંગે વાદ-વિવાદો ચાલી રહ્યાં છે. પણ સૌથી મોટો પડકાર સમાજની સ્વીકૃત અને સમાજથી અલગ એગ વર્ગના અધિકારોનો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.