Abtak Media Google News

અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા: સંતો- મહંતોએ હાજરી આપી આશિર્વચન પાઠવ્યા: જાજરમાન આયોજન

લેઉઆ પટેલ સોશીયલ ગ્રુપ મવડી આયોજીત ર૧ દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૧ દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. જેમાં અનેક સંતો મહંતો ઉ૫સ્થિત રહ્યા હતા. તથા નરેશભાઇ પટેલે ખાસ હાજરી આપી હતી. જેમાં સંતશ્રી પરમ પુજય ગાંડીયાબાપુ એ હાજરી આપી હતી. આ સમુહલગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સાથે દિકરી વહાલનો દરીયો કાવ્ય પઠન પણ કરવામાં આવ્યું હતું.

પહેલી વખત પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નનું આયોજન : જયેશભાઇ સોરઠીયા

‘અબતક’ને જયેશભાઇ સોરઠીયાએ જણાવ્યું હતું કે લેઉઆ પટેલ સોશીયલ ગ્રુપ મવડી આયોજીત સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૧ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લેઉવા પટેલ સમાજની દિકરીના સમુહલગ્નનું આયોજન થયું હતું. કરીયાવરમાં ૬૫ – ૭૦ આઇટમો આપવામાં આવેલી હતી. તેઓનું વધુમાં કહેવું હતું કે, પહેલી વખત પાર્ટી પ્લોટમા સમુહલગ્નનું આયોજન કર્યુ હતું તે જાજરમાન આયોજન કર્યુ હતું.

જ્ઞાતિ માટે ગૌરવરૂપ આયોજન: નરેશભાઇ પટેલ

અબતક’ને નરેશભાઇ પટેલનું કહેવું હતું કે મવડી લેઉવા પટેલ સોશીયલ ગ્રુપનું આ પ્રથમ સમુહલગ્નનું આયોજન ખુબજ સરસ છે અને આવું આયોજન કયારેક જ જોવા મળતું હોય છે. અને જયેશભાઇ અને જીતુભાઇ આવા આયોજનો કરે અને સેવાકીય પ્રવૃતિ કરતા રહે જેથી લેઉઆ પટેલનું ગૌરવ જળવાઇ રહે. લેઉઆ પટેલ સોશીયલ ગ્રુપના પ્રમુખનું કહેવું હતું કે આ ર૧ દિકરીઓના સમુહલગ્નનું આયોજન પ્રથમ વખત પાર્ટી પ્લોટમં જાજરમાન આયોજન કરવામાં આવ્યું. તેઓનું કહેવું હતું કે ઘરે જે મા-બાપ પોતાની દિકરીના લગ્ન કરે તે રીતે આ સમુહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં અનેક જીલ્લા અનેક ગામોમાંથી દિકરીઓ આવી છે. જેથી બધા સામે મળી પ્રસંગનો આનંદ મળે અને આ આયોજન જાજરમાન આયોજન છે. જેમાં લગનગીત કંકોત્રી બધી વ્યવસ્થા કરાઇ હતી અને પોતાની દિકરીઓ પ્રસંગ હોય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.