મોરબીની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી જગ્યાઓ ભરવા માટેશિક્ષકોને નિમણુંક પત્ર અપાયા

મોરબી જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષકોની વિવિધ વિષયોની ખાલી પડેલ ૨૦ જગ્યાઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલ, ગાંધીનગર દ્વારા ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેના અનુસંધાને આજે મોરબીમાં ૧૭ શિક્ષકોને નિમણુક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લાની  ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી તમામ ૨૦ જગ્યા માટે ઉમેદવારો દ્વારા શાળા પસંદ કરી દેવામાં આવેલ હોય જેથી આજે વી.સી. ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ઉમેદવારોને નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા ૨૦ પૈકી ૧૭ શિક્ષકો અસલ પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહયા હોય જે ૧૭ શિક્ષકોને અધિક કલેકટર કેતન જોષીના હસ્તે નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા જયારે બાકી શિક્ષક ગેરહાજર રહયા હોય જેનો બીજા રાઉન્ડમાં વારો લેવાશે તેવી માહિતી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી પાસેથી પ્રાપ્ત થઇ છે

Loading...