Abtak Media Google News

ઘરમાંથી વ્યક્તિઓ ઘર છોડી, ભાગી જાયએ તો સમજાણું પરંતુ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણીઓ ભાગી જાય એ અજબ ઘટના કહેવાય…..

આમ જોઇએ તો પ્રાણીઓને કુદરતનાં ખોળામાં રહેવાની, હરવા ફરવાની અને કુદરતી સાનિધ્યમાં જ રહેવાની આદત હોય છે. પ્રાણી, પક્ષીઓ જેવી જીવસૃષ્ટિને માણસોની જેમ હાઇ ફાઇ લાઇફ જીવવાન કુદેવ નથી હોતી પરંતુ તેને કુદરતનાં સાનિધ્યમાં રાખવાને બદલે જો માણસનાં મનોરંજન માટે પાંજરામાં કેદ કરીને રાખવામાં આવે તો તે  કુદરતનાં નિયમની વિરુધ્ધ કહેવાય છે. બીચારા મુંગા જીવ આ માનનીય અત્યાચાર વિરુધ્ધ કંઇ બોલી પણ નથી શકતા અને ધીમે ધીમે માનવ સર્જિત આ પ્રાણી સંગ્રહાલયન, વાતાવરણમાં ગોઠવાઇ જાય છે. પરંતુ ક્યારેક તો એ પ્રાણી જીવ પણ કંટાળે છે અને એવી જ એક ઘટના જાપાનનાં એક ઝુ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં ઘટી છે. પ્રાણી સંગ્રહાલયનો ભારેખમ કાચબલ બે અઠવાડિયા પહેલાં ઝુમાંથી નાસી છુટ્યો હતો. પરંતુ રહ્યો તો કાચબોને કેટલે દૂર સુધી ભાગી શકે એટલે પ્રાણી સંગ્રહાલયનાં ૧૪૦ મીટરનાં એરીયામાંથી જ તે મળી આવ્યો હતો. ઝુ નો આ ૩૫ વર્ષીય ૫૫ કીલો વજન ધરાવતો માદા કાચબો આ પહેલાં પણ ઝુ છોડીને ભાગી ગયાે હતો. ત્યારે આ ઘટના બનતા પ્રાણી સંગ્રહાલયનાં સંચાલકોએ તે જ શોધી આપનારને ત્રણ લાખ ‚પિયાનું ઇનામ આપવાની પણ ઘોષણા કરી હતી. ત્યારે એ બીચારા કાચબાનાં નશીબ કે બે-બે વાર ઝુમાંથી ભાગવા છતા પાછુ ત્યાં જ આવવું પડ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.